Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં જ્યાં પરિવારવાદી પાર્ટી હટી ત્યાં વિકાસના રસ્તા ખુલ્યા : વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં તેમણે ફરીથી પરિવારવાદ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર પરિવાર સમર્પિત રાજકીય પક્ષોનો ચહેરો કેવી રીતે બને છે તે આપણે જાેયું છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે દાયકાઓ સુધી ચાલેલા તેલંગણા આંદોલનમાં હજારો લોકોએ પોતાના બલિદાન આપ્યા છે. આ બલિદાન તેલંગણાના ભવિષ્ય માટે હતું. આનબાન શાન માટે હતું. તેલંગણા આંદોલન એટલા માટે નહતું ચાલ્યું કારણ કે કોઈ એક પરિવાર તેલંગણાના વિકાસના સપનાને સતત કચડતા રહ્યા. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે પરિવારવાદના કારણે દેશના યુવાઓને , દેશની પ્રતિભાઓને રાજકારણમાં આવવાની તક નથી મળતી. પરિવારવાદ તેમના સપનાને કચડે છે, તેમના માટે દરેક દરવાજા બંધ કરી દે છે. આથી આજે ૨૧મી સદીના ભારત માટે પરિવારવાદથી મુક્તિ, પરિવારવાદી પાર્ટીઓથી મુક્તિ એક સંકલ્પ પણ છે. તેમણે કહ્યું કે તેલંગણાના લોકો જાેઈ રહ્યા છે કે જ્યારે એક પરિવારને સમર્પિત પાર્ટીઓ જ્યારે સત્તામાં આવે છે તો કેવી રીતે તે પરિવારના સભ્ય ભ્રષ્ટાચારનો સૌથી મોટો ચહેરો બની જાય છે. તેલંગણાના લોકો જાેઈ રહ્યા છે કે પરિવારવાદી પાર્ટીઓ ફક્ત પોતાનો વિકાસ કરે છે, પોતાના પરિવારના લોકોની તિજાેરીઓ ભરે છે. તેમણે કહ્યું કે જ્યાં જ્યાં પરિવારવાદી પાર્ટીઓ હટી છે ત્યાં ત્યાં વિકાસના રસ્તા પણ ખુલ્યા છે. હવે આ અભિયાનને આગળ વધારવાની જવાબદારી તેલંગણાના લોકોની છે. પીએમએ કહ્યું કે આજના આ યુગમાં જે લોકો અંધવિશ્વાસના ગુલામ બની ગયા છે તેઓ પોતાના અંધવિશ્વાસમાં કોઈનું પણ નુકસાન કરી શકે છે. આ અંધવિશ્વાસી લોકો તેલંગણાના સામર્થ્ય સાથે ક્યારેય ન્યાય કરી શકે નહીં. ભાજપે છેલ્લા ૮ વર્ષમાં બધાનો સાથ, બધાનો વિકાસ, બધાનો વિશ્વાસ, બધાનો પ્રયાસ મંત્રથી દેશની નિરંતર સેવા કરી છે. ગરીબ, પછાત, દલિત, આદિવાસી, આપણી માતાઓ અને બહેનો, અંત્યોદયના તમામ સાથીઓ, તેમનો ઉત્કર્ષ જ ભાજપની આસ્થા છે. આ સાથે પ્રધાનમંત્રીએ કહ્યું કે હાલના દિવસોમાં અલગ અલગ ચૂંટણીઓમાં ભાજપની જીત એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે તેલંગણામાં હવે લોકોએ મન બનાવી લીધુ છે. હવે બદલાવ ચોક્કસ આવશે. તેલંગણામાં ભાજપ નક્કી છે. તેમણે એમ પણ કહ્યું કે અંધવિશ્વાસને પ્રોત્સાહન આપનારા લોકોથી આપણે તેલંગણાને બચાવવાનું છે. આજના આ યુગમાં પણ જે લોકો અંધવિશ્વાસના ગુલામ બનેલા છે તેઓ પોતાના અંધવિશ્વાસમાં કોઈનું પણ નુકસાન કરી શકે છે. આ અંધવિશ્વાસુ લોકો તેલંગણાના સામર્થ્ય સાથે ક્યારેય ન્યાય કરી શકે નહીં. પીએમએ કહ્યું કે તેલંગણાની ધરતીથી યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ અભિનંદન પાઠવું છે. તેમને કોઈએ કહ્યું કે ફલાણી જગ્યાએ ન જવું જાેઈએ પરંતુ યોગીજીએ કહ્યું કે હું વિજ્ઞાન પર શ્રદ્ધા રાખુ છું અને તેઓ ગયા. આજે તેઓ ફરીથી મુખ્યમંત્રી બન્યા છે. પીએમ મોદીએ કહ્યું કે ૨૧મી સદીનું નવું ભારત આર્ત્મનિભર ભારત અને મેક ઈન ઈન્ડિયાના સપનાને લઈને આગળ વધી રહ્યું છે. આપણા સ્ટાર્ટઅપ્સ આજે સમગ્ર દુનિયામાં પોતાની છાપ છોડી રહ્યા છે. આજે આપણે દુનિયાની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ છીએ. હાલમાં જ થોડી દિવસ પહેલા ભારતનો ૧૦૦મો યુનિકોર્ન આપણી સામે આવ્યો. ટેક્નોલોજીની વાત આવે તો તેલંગણા અને અહીંના યુવાઓની ક્ષમતા વગર તે પૂરી થઈ શકે નહીં. આ ક્ષમતાઓના સમગ્ર ઉપયોગ માટે તેલંગણાને એક પ્રોગ્રેસિવ અને ઈમાનદાર સરકારની જરૂર છે. જે ફક્ત ભાજપ આપી શકે છે. ભારત દુનિયામાં ઝડપથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે. આપણી આ ગ્રોથ સ્ટોરીમાં સૌથી મોટી ભૂમિકા ટેક્નોલોજીએ ભજવી છે. ટેક્નોલોજીનું નેતૃત્વ આપણા યુવા સાથીઓ કરી રહ્યા છે.

Related posts

રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન તરીકે હરિવંશ નારાયણ રહેશે

aapnugujarat

35ए को खत्म करने को लेकर अफवाहें हैं, सभी को इकट्ठा हो जाना चाहिए : महबूबा मुफ़्ती

aapnugujarat

ISRO set to launch 13 US satellite & 3 observation satellites

aapnugujarat

Leave a Comment

UA-96247877-1