Aapnu Gujarat
મનોરંજન

મન્નતની અસલી બોસ ગૌરી ખાન છે !

શાહરુખ ખાન અને ગૌરી ખાન બોલિવુડના પાવરફુલ કપલ્સમાંથી એક છે. શાહરૂખ બોલિવુડ ઈન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર છે જ્યારે પત્ની ગૌરી ખાન પોપ્યુલર ઈન્ટિરિયર ડિઝાઈનર્સમાંથી એક છે. શાહરુખ લાખો ફેન્સના દિલ પર રાજ કરે છે પરંતુ ઘરમાં ગૌરી ખાનનું જ ચાલે છે. હાલમાં દિલ્હીમાં યોજાયેલી એક ઈવેન્ટમાં એક્ટરે ખુલાસો કર્યો હતો કે, તેના બંગલો મન્નતના ઈન્ટિરિયરમાં ફેરફાર કરવા અંગે કોઈને પણ મંજૂરી નથી, જે તેની પત્નીએ ડિઝાઈન કર્યું છે. ‘મારા ઘરમાં મોટાભાગની વસ્તુઓ લેડી ઓફ ધ હાઉસ, મારી પત્ની ગૌરી દ્વારા ખરીદવામાં આવી છે. મને પણ ઘરની ડિઝાઈનમાં દખલગીરી કરવાની મંજૂરી નથી, કારણ કે તે પોતે અદ્દભુત ડિઝાઈનર છે’, તેમ તેણે કહ્યું હતું. એક્ટરે ઉમેર્યું હતું કે, ‘પરંતુ અમુક વસ્તુઓમાંથી એક જે મને કરવાની છૂટ છે, કારણ કે તેવી સમજ છે કે ઘરમાં હું કદાચ ટેકનોલોજી વિશે વધારે જાણું છું. આ સિવાય એસ્થેટિક્સ પણ અદ્દભુત છે કે જ્યારે પણ હું જાઉ છું અને ટીવી ખરીદું છું અને જે પણ રૂમ અથવા જગ્યા પર મારે મૂકવું હોય છે ત્યાં મૂકી દઉ છું, પ્રામાણિકતાથી કહું છું કોઈ મને સવાલ કરતું નથી’, તેમ શાહરુખ ખાને કહ્યું હતું. સાથે જ ખુલાસો કર્યો હતો કે તેના ત્રણેય બાળકો આર્યન, સુહાના અને અબરામના બેડરૂમમાં પર્સનલ ટીવી છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, શાહરુખ ખાન હાલ રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘ડંકી’ની તૈયારી કરી રહ્યો છે, જેની જાહેરાત એપ્રિલ મહિનામાં કરવામાં આવી હતી. તાપસી પન્નુ ફિલ્મની એક્ટ્રેસ છે. બે દિવસ પહેલા જ એક્ટર દિલ્હીમાં સ્પોટ થયો હતો, આ દરમિયાન તેણે છત્રીથી પોતાનો ચહેરો ઢાંકી દીધો હતો. ‘ડંકી’માંથી લૂક જાહેર ન થઈ જાય તે માટે આમ કર્યું હશે તેવી ચર્ચા છે. શાહરુખ ખાન પાસે આ સિવાય ફિલ્મ પઠાણ પણ છે, જેનું મોટાભાગનું શૂટિંગ થઈ ગયું છે. જેમાં તેની ઓપોઝિટમાં દીપિકા પાદુકોણ છે. ઓમ શાંતિ ઓમ અને ચેન્નાઈ એક્સપ્રેસ બાદ બંનેની સાથેમાં આ ત્રીજી ફિલ્મ છે. ‘પઠાણ’માં જ્હોન અબ્રાહમ પણ મહત્વના પાત્રમાં છે. શાહરુખ ખાન છેલ્લે ૨૦૧૯માં રિલીઝ થયેલી આનંદ એલ રાયની ફિલ્મ ‘ઝીરો’માં જાેવા મળ્યો હતો. જે બોક્સઓફિસ પર ઊંધા માથે પછડાઈ હતી. ફિલ્મમાં કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા પણ લીડ રોલમાં હતા.

Related posts

कास्टिंग के लिए सारा ने मुझे मेसेज कर-कर पका दिया था : रोहित शेट्टी

aapnugujarat

દિપિકા અને રિતિકની હોટ જાડીને લેવા માટેની તૈયારી

aapnugujarat

ઈશા ગુપ્તા આશ્રમ-૩ માં બોલ્ડ બની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1