Aapnu Gujarat
મનોરંજન

દિપિકા અને રિતિકની હોટ જાડીને લેવા માટેની તૈયારી

બોલિવુડના બે સૌથી કુશળ કલાકારો પૈકી સ્ટાર રિતિક રોશન અને દિપિકાને હવે સાથે ચમકાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રયાસોને સફળતા મળે તેવી શક્યતા છે.આ સૌથી હોટ જાડીને સૌથી પહેલા લેવામાં કોને સફળતા મળશે તેને લઇને ચર્ચા ચાલી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સાજિદ નડિયાદવાળા ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. જેમાં રિતિક રોશન અને દિપિકાને લેવાની ગણતરી કરવામાં આવી રહી છે. જા કે હજુ સુધી અંતિમ નિર્ણય કરવામાં આવ્યો નથી. બોલિવુડના સૌથી લોકપ્રિય સ્ટાર પૈકીના એક એવા રિતિક રોશને તમામ ટોચની અભિનેત્રીઓ સાથે ભૂમિકા કરી છે. પરંતુ દિપિકાની સાથે તેની જાડી હજુ સુધી સ્ક્રીન પર દેખાઇ નથી. હવે બન્નેને સાથે લેવામાં આવે તેવી શક્યતા છે. સાજિદ દિપિકા સાથે એક પ્રોજેક્ટ પર કામ કરવા વિચારી રહ્યા છે. જેમાં રિતિક રોશનને લેવાની હિલચાલ છે. રિતિક રોશન બોલિવુડમાં હાલમાં સૌથી મોઘા સ્ટાર પૈકીના એક તરીકે છે. તે કેટરીના કેફ, પ્રિયંકા ચોપડા, કંગના રાણાવત, કરીના કપુર સાથે દેખાઇ ચુક્યો છે. જા કે દિપિકા સાથે કામ કરવાની તક મળી નથી. ક્રિશ-૩ ફિલ્મમાં બન્નેને સાથે લેવાની યોજના હતી પરંતુ કોઇ કારણસર આ જાડી ચમકી ન હતી. અંતે ફિલ્મમાં પ્રિયંકા અને કંગનાને લેવામાં આવી હતી. હવે બન્નેને સાથે લેવાની પ્રાથમિક તૈયારી કરી લેવામાં આવી છે. રિતિક રોશન છેલ્લે કાબિલ ફિલ્મમાં નજરે પડ્યો હતો. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. આ ફિલ્મમાં તેની સાથે યામી ગૌતમની ભૂમિકા હતી.

Related posts

હુમા સાકીબની સાથે મળી પ્રોડક્શન હાઉસ શરૂ કરશે

aapnugujarat

ગુલ પનાગને નંબર ગેમમાં વિશ્વાસ નથી

aapnugujarat

કમાલ ખાને ફિલ્મ ‘રાધે’ની ટીકા કરતાં સલમાને માનહાનિનો કેસ કર્યો

editor

Leave a Comment

URL