Aapnu Gujarat
રાષ્ટ્રીય

એપ્રિલનું પેન્શન ન આપી પૂર્વ સૈનિકોનું અપમાન કરાયું : Rahul Gandhi

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે પૂર્વ સૈનિકોના પેન્શનના મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. પૂર્વ સૈનિકોને એપ્રિલ મહિનાનુ પેન્શન મળ્યુ નથી અને તેને લઈને રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, પહેલા મોદી સરકારે વન રેન્ક, વન પેન્શનના નામે પૂર્વ સૈનિકો સાથે દગો કર્યો હતો અને હવે સરકાર ઓલ રેન્કનો પેન્શનની નીતિ અપનાવી રહી છે. સૈનિકોનુ અપમાનએ દેશનુ અપમાન છે. સરકારે વહેલી તક તેમને પેન્શન આપવુ જાેઈએ. રાહુલ ગાંધીનુ નિવેદન એવા મીડિયા રિપોર્ટ બાદ આવ્યુ છે કે, જેમાં કહેવામાં આવ્યુ છે કે ઘણા પૂર્વ થ્રી સ્ટાર અધિકારીઓ સહિત સેંકડો લોકોને એપ્રિલ મહિનાનુ પેન્શન હજી મળ્યુ નથી. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, આ તો સૈનિકોનુ અપમાન છે ત્યારે સરકારના અધિકારીઓ કહી રહ્યા છે કે, આ મુદ્દાને પ્રાથમિકતા અપાઈ રહી છે.
સરકારે તો કોઈ નિવેદન આપ્યુ નથી પણ અંગ્રેજી અખબારે પ્રકાશિત કરેલા અહેવાલમાં જણાવાયુ છે કે, સરકારે પેન્શન વિતરણ માટે નવી ઓનલાઈન સિસ્ટમ લાગુ કરી છે અને તેમાં ખામીઓના કારણે પૂર્વ સૈનિકોને પેન્શન મળી રહ્યુ નથી.

Related posts

મંદિર દર્શન અને રોડ શોની વચ્ચે રાજનાથે નામાંકન કર્યું

aapnugujarat

ઇસરો અંતરિક્ષમાં ભારતીયને મોકલવાની તૈયારી કરી રહ્યું છે

aapnugujarat

કેસરીને કોંગ્રેસે કઈરીતે ફેંકી દીધા તે કોઇ જ ન ભુલી શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1