Aapnu Gujarat
રાષ્ટ્રીય

હદ થઈ ગઈ ! દારૂ પીધેલી હાલતમાં બે નમૂનાઓએ એકબીજા સાથે જ લગ્ન કરી લીધા

આ હાસ્યાસ્પદ સમગ્ર ઘટના તેલંગણાથી સામે આવી છે. જ્યાં નશામાં ધૂત બે પુરૂષોએ ટૂન થઈ જતાં એકબીજા સાથે જ લગ્ન કરી લીધા હતા. જેમાં એક શખ્સની ઉંમર 22 વર્ષની છે, તો બીજા શખ્સની ઉંમર 21 વર્ષ છે.

મળતી માહિતી અનુસાર અનુસાર તેલંગણાના દુમાપલાપેટ ગામના બે નમૂનાઓ એક તાડીની દુકાન પર મળ્યા અને જોતજોતામાં એકબીજાના મિત્ર બની ગયા હતા. ત્યારબાદ તેઓ બંને મોટા ભાગે દારૂની દુકાન પર જ મળતા હતા. પહેલી એપ્રિલના રોજ મેડક જિલ્લાના ચંદૂરમાં રહેતા 22 વર્ષના ઓટો ડ્રાઈવરે જોગીપેટના સાંગારેડ્ડી જિલ્લાના રહેવાસી શખ્સ સાથે લગ્ન કરી લીધા હતા. આ અજીબોગરીબ ઘટના ત્યારે બની, જ્યારે બંને દારૂ પીને ટૂન્ન થયેલા હતા. બંનેના લગ્નનો કાર્યક્રમ જોગીનાથ ગુટ્ટા મંદિરમાં થયો હતો. લગ્ન સમાકંભ પુરો થયા બાદ બંને ત્યાંથી જતાં રહ્યા હતા.

થોડા દિવસ બાદ જોગીપેટનો રહેવાસી યુવક તેના મિત્ર ઓટો ડ્રાઈવરના ઘરે ગયો અને તેના માતા-પિતાને પોતાના લગ્ન વિશે સંપૂર્ણ વાત જણાવી. તેણે ઓટો ડ્રાઈવરના માતા-પિતાને જણાવ્યું હતું કે, તેઓ તેમના દિકરાને તેની સાથે રહેવાની પરવાનગી આપે. કારણ કે તેની પાસે રહેવા માટેની કોઈ પણ જગ્યા નથી. ઘણા પ્રયત્નો કરવા છતાં ઓટો ડ્રાઈવરના માતા-પિતાએ આ શખ્સને તેમના ઘરમાં ઘુસવા ન દીધો હતો. ઉગ્ર બોલાચાલી થયા બાદ આખરે જોગીપેટનો રહેવાસી શખ્સ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો હતો. તેણે ઓટો ડ્રાઈવરના માતા-પિતા દ્વારા તેમના દિકરાથી દૂર રાખવા બદલ 1 લાખ રૂપિયાના ભરણપોષણની માગ કરી હતી.

આ ઘટના બાદ બંનેએ નક્કી કર્યુ કે, આ કેસને પોલીસ સ્ટેશન સુધી લઈ જવામાં ન આવે, તથા પોલીસના જણાવ્યા અનુસાર આ વાતને લઈને બંને પક્ષના પરિવારજનો ખૂબ ચિંતામાં હતા. તેમણે અંદરોઅંદર આ વિષય પર ચર્ચા કરી અને જાતે જ સમાધાન શોધી કાઢ્યું. બંને પક્ષો વચ્ચે વાતચીત બાદ જોગીપેટના રહેવાસી શખ્સે ઓટો ડ્રાઈવરના પરિવાર પાસેથી 10,000 રૂપિયાનું વન ટાઈમ સેટલમેંટ પર રાજી થઈ ગયા હતા અને ત્યારબાદ બંને પક્ષોની સહમતીથી અલગ થઈ ગયા હતા.

Related posts

ચીનના વલણથી રાહુલ ગાંધી કેમ ખુશ થાય છે : રવિશંકર

aapnugujarat

अब रीजनल कनेक्टिवीटी सेस आज से लागु किया गया

aapnugujarat

LAC પર ભારતની વધી તાકાત, સેનાને મળી ઘાતક ‘સિગ સૌર’ રાઈફલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1