Aapnu Gujarat
રમતગમત

IPLના એવા ત્રણ જૂઠ, જેમણે મોટાભાગના લોકો માને છે સાચા

ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટના ક્ષેત્રમાં એક પોપ્યુલર ટૂર્નામેન્ટ છે. આ ટી-20 લીગમાં કેટલીક વિદેશી ટીમોના ખેલાડી પણ ભાગ લે છે. ક્રિકેટ ફેન્સ દર વર્ષે આઇપીએલની રાહ જુવે છે. મહત્વપૂર્ણ છે કે આઇપીએલ વર્ષ 2008માં શરૂ થઇ હતી. અત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન ચાલી રહી છે. આઇપીએલ 2022 દરમિયાન કેટલાક રેકોર્ડ બની રહ્યા છે અને કેટલીક ચોકાવનારી ઘટના પણ બની છે. બીજી તરફ આઇપીએલને લઇને કેટલાક વિવાદ પણ સામે આવી ચુક્યા છે. આઇપીએલને લઇને કેટલીક ખોટી ધારણાઓ પણ લોકોના મનમાં બનેલી છે. આજે અમે તમને આઇપીએલ વિશે આવી ત્રણ વાતો બતાવવા જઇ રહ્યા છીએ જે ખોટી છે પરંતુ લોકો તેને સાચી માને છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ અને ડેક્કન ચાર્જર એક જ ટીમ

કેટલાક ક્રિકેટ ફેન્સ હજુ પણ એમ જ માને છે કે ડેક્કન ચાર્જર અને સનરાઇઝર્સ હૈદરાબાદ એક જ ટીમ છે. જોકે, ડેક્કન ચાર્જરની શરૂઆત હૈદરાબાદથી થઇ છે. ડેક્કન ચાર્જરે આઇપીએલની શરૂઆતની 5 સીઝનમાં ભાગ લીધો હતો. બીજી તરફ આઇપીએલની બીજી સીઝન આ ટીમે જીતી હતી પરંતુ 2012 સુધી આ ફ્રેન્ચાઇઝીનું દેવાળુ ફૂંકાઇ ગયુ હતુ. તે બાદ સન ટીવીએ આ ફ્રેન્ચાઇઝીને ખરીદી લીધી હતી અને એક નવી ટીમ બનાવી હતી જેનું નામ સનરાઇઝર્સ હૈદરાબાદ રાખવામાં આવ્યુ. નવી ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદમાં ડેક્કનના મોટાભાગના ખેલાડીઓને જ સામેલ કરવામાં આવ્યા હતા. આ પણ એક કારણ છે કે લોકો બન્ને ટીમને એક જ માને છે. વર્ષ 2013થી સનરાઇઝર્સ હૈદરાબાદ આઇપીએલમાં ભાગ લઇ રહી છે અને વર્ષ 2016ની આઇપીએલનો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો.

ચેન્નાઇ અને રાજસ્થાન પર પ્રતિબંધ મેચ ફિક્સિંગને કારણે લાગ્યો હતો

વર્ષ 2015માં ચેન્નાઇ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પર 2 વર્ષ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. મોટાભાગના લોકોનુ એવુ માનવુ છે કે આ પ્રતિબંધ મેચ ફિક્સિંગને કારણે લગાવવામાં આવ્યો હતો. જોકે, આ સાચુ નથી. સાચુ આ છે કે સીએસકે અને રાજસ્થાન રોયલ્સના મુખ્ય અધિકારી ગુરૂનાથ મયપ્પન અને રાજ કુંદ્રાને સ્પોટ ફિક્સિંગને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે મેચ ફિક્સિંગ અને સ્પોટ ફિક્સિંગ બન્નેમાં અંતર છે. મેચ ફિક્સિંગમાં મેચ પરિણામ અધિકારીઓ દ્વારા પહેલાથી જ નક્કી થઇ જાય છે. બીજી તરફ સ્પોટ ફિક્સિંગમાં કોઇ ખાસ રીતની ઘટના વિશે જણાવવામાં આવે છે જે થવાની છે.

આઇપીએલનો સૌથી મોંઘો ખેલાડી

કેટલાક લોકોનું માનવુ છે કે આઇપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી ક્રિસ મોરિસ છે. મહત્વપૂર્ણ છે કે રાજસ્થાન રોયલ્સે ક્રિસ મોરિસને 16.25 કરોડમાં ખરીદ્યો હતો. જોકે, આ સાચુ નથી કે ક્રિસ મોરિસ આઇપીએલનો સૌથી મોંઘો ખેલાડી છે. વર્ષ 2018માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ વિરાટ કોહલીને 17 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. એવામાં ક્રિસ મોરિસ કરતા મોંઘો આઇપીએલ ખેલાડી વિરાટ કોહલી થયો.

Related posts

ભારતને ટેસ્ટ શ્રેણી જીતાડવા અન્ય બેટ્‌સમેનોએ કોહલીને સાથ આપવો : ગિલક્રિસ્ટ

aapnugujarat

બ્રિસ્બેન ટેસ્ટ : ઇંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાનો સરળ વિજય

aapnugujarat

Dhoniના કારણે ફેન્સ મારા આઉટ થવાની પ્રાર્થના કરે છે’ : Jadeja

aapnugujarat

Leave a Comment

UA-96247877-1