Aapnu Gujarat
રમતગમત

Dhoniના કારણે ફેન્સ મારા આઉટ થવાની પ્રાર્થના કરે છે’ : Jadeja

બુધવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (Indian Premier League 2023) માટે ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને દિલ્હી કેપિલ્સ (Delhi Capitals) વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં દિલ્હીને 27 રનથી હરાવીને ચેન્નઈએ આઈપીએલ પ્લેઓફની દિશામાં આગળનું પગલું ભરી દીધું છે. CSKની આઠ વિકેટ પર 167 રનના જવાબમાં DCની (CSK vs DC) ટીમ આઠ વિકેટ પર 140 રન જ બનાવી શકી હતી. આ મેચમાં ધોનીએ (MS Dhoni) નવ બોલમાં 20 રન બનાવ્યા હતા. જીત બાદ એવોર્ડ સેરેમની દરમિયાન રવિન્દ્ર જાડેજાને (Ravindra Jadeja) એક સવાલ પૂછવામાં આવ્યો તો મજાક-મજાકમાં જ પોતાની સાથે રહેલા સાવકા વ્યવહારની ફરિયાદ કરી, જે બાદ માહોલ મજેદાર થયો હતો.

દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં 16 બોલ પર 21 રન અને એક વિકેટ ઝડપનારા રવિન્દ્ર જાડેજાએ કહ્યું હતું કે ‘જ્યારે હું સાતમા નંબર પર બેટિંગ કરવા માટે આવું છું ત્યારે દર્શકો નિરાશ થઈ જાય છે અને માહી ભાઈના નામના નારા લગાવે છે. કલ્પના કરો કે, જો હું બેટિંગ કરું છું ત્યારે તેઓ મારા આઉટ થવાની રાહ જુએ છે’, આટલું કહેતી વખતે તેના ચહેરા પર એક મોટું સ્મિત હતું. બીજી તરફ શાનદાર જીત બાદ પણ કેપ્ટન ધોની સંતુષ્ટ દેખાયો નહોતો અને પોતાના બેટિંગ યુનિટની ભૂલો ગણાવવા લાગ્યો હતો.

બેટિંગમાં સીએસકેએ સારું પ્રદર્શન કરવું પડશે તેમ ધોનીએ કહ્યું હતું. આ સાથે ઉમેર્યું હતું કે ‘મારું કામ ચોગ્ગા અને છગ્ગા ફટકારવાનું છે. હું જેટલા પણ બોલ રમું છું, તેમાં યોગદાન આપીને ખુશ છું. બીજા હાફમાં બોલ ટર્ન લઈ રહી હતી. અમારા સ્પિનરોએ બાઉન્ડ્રીનો પૂરતો ફાયદો ઉઠાવ્યો હતો. હું ઈચ્છતો હતો કે બોલર માત્ર વિકેટની શોધમાં ન રહે પરંતુ પોતાની સર્વશ્રેષ્ઠ બોલિંગ કરે. બેટિંગ સારું કરી શક્યા હોત. કેટલાક તેવા શોર્ટ્સ હતા, જેને આ પિચ પર રમવા જોઈતા નહોતા. સારી વાત એ છે કે મોઈન અને જાડેજાને બેટિંગ કરવાની તક મળી. અંતિમ તબક્કા પહેલા તમામને બેટિંગની સારી પ્રેક્ટિસ થઈ ગઈ છે’.

આઈપીએલની 55મી મેચ ચેન્નઈ અને દિલ્હી વચ્ચે બુધવારે (9 મે) ચેપોક મેદાનમાં રમાઈ હતી. ચેન્નઈએ 27 રનથી જીત મેળવી હતી અને આ સાથે સીઝનની તેની સાતમા જીત હતી, જેના કારણે ટીમ 15 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં બીજા નંબર પર યથાવત્ છે. તો દિલ્હી કેપિટલ્સનો પ્લેઓફની રેસની આ સફર હાર સાથે લગભગ ખતમ થઈ ગયું છે. તેનું પ્લેઓફમાં પહોંચવું લગભગ અશક્ય છે. દિલ્હી છેલ્લા 13 વર્ષથી ચેપોકમાં ચેન્નઈને હરાવવામાં નિષ્ફળ રહ્યું છે. સીએસકેના કેપ્ટન ધોનીએ ટોસ જીતને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેવામાં ચેન્નઈએ 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 167 રન બનાવ્યા હતા. આ માટે સૌથી વધારે રન શિવમ દુએ (25) બનાવ્યા હતા. આ સિવાય ઋતુરાજ ગાયકવાડ અને અંબાતી રાયડૂએ પણ મુશ્કેલ વિકેટ પર સારી બેટિંગ કરી હતી. અંતમાં ધોનીની ઈનિંગ મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. આ સિવાય દિલ્હી તરફથી મિશેલ માર્શે 3 વિકેટ લીધી હતી તો અક્ષર પટેલે 2 વિકેટ પોતાના નામે કરી હતી. ખલીલ અહેમદ, લલિત યાદવ અને કુલદીપ યાદવને 1-1 સફળતા મળી હતી. ચેપોકની પિચ પર દિલ્હીના બેટ્સમેન ટકી શક્યા નહીં અને એક બાદ એક પેવેલિયન ભેગા થતાં ગયા. જેના કારણે આઠ વિકેટના નુકસાન પર 140 રન જ બનાવી શકી.

Related posts

કોહલીએ અઝહરના ૯૩૭૮ રનના રેકોર્ડને તોડ્યો

aapnugujarat

RPF कॉन्स्टेबल मंजू मलिक ने चीन में जीता स्वर्ण पदक, WREU ने दी शुभकामना

aapnugujarat

खेल अवॉर्ड के लिए चुने जाने पर बीसीसीआई ने रोहित को दी बधाई

editor

Leave a Comment

UA-96247877-1