Aapnu Gujarat
ગુજરાત

વિધાનસભાની ચૂંટણીને લઈને AAPનો દાવો, ચૂંટણીમાં 50થી વધુ બેઠકો જીતશું,17 એપ્રિલે અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત

દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવ્યા બાદ હવે AAP ગુજરાતમાં પગપેસારો કરી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આમદમી પાર્ટી એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, વહેલી ચૂંટણી થવાની શક્યતાઓ વચ્ચે રાજકીય માહોલ જામ્યો છે. તેમજ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધ્યા છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને AAP દ્વારા મહત્વનો દાવો કરવામાં આવ્યો. ચૂંટણીમાં 50થી વધુ બેઠકો જીતવાનો AAP દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ દરમિયાન AAPના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા જીતનો દાવો કરવામાં આવ્યો હતો. તો સાથે જ અન્ય એક પાર્ટી કાર્યકરે સંબોધનમાં જણાવ્યુ કે અમે કોઇ પાર્ટીને હરાવવા નથી માગતા અમે તો બસ જનતાને જીતાડવા માંગીએ છીએ. ગુજરાતમાં સ્કૂલ બને, હોસ્પિટલ બને અને બેરોજગારી દૂર થાય અને લોકોને મિનિમમ વેતન પુરતુ મળી રહે.17 એપ્રિલે અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત. દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન અમદાવાદમાં આવ્યા હતા. તેઓએ ભવ્ય રોડ શો યોજીને ગુજરાતની જનતાનો મૂડ જાણ્યો હતો. 2જી અને 3જી એપ્રિલ એમ બે દિવસ તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ત્યારે ફરી એકવાર અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવશે. 17 એપ્રિલે તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીને લઇને બેઠક કરશે જેમાં ઉમેદવારોના નામ નક્કી કરવા અંગે ચર્ચા કરવામાં આવશે.

Related posts

લેણદારોના ત્રાસથી એસ્ટેટ બ્રોકરે ગળેફાંસો ખાધો

aapnugujarat

गुजरात उपचुनाव: भाजपा ने अल्पेश और धवल को दिया टिकट

aapnugujarat

અમદાવાદનાં સાત પશુ દવાખાનાઓની બિસ્માર હાલત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1