Aapnu Gujarat
ગુજરાત

RTE એડમિશનથી બાળકો વંચિત રહી જશે તો જવાબદાર કોણ? મોડાસાની વિવિધ બેંક ખાતા ખોલાવવા ધરમના ધક્કા !

સરકાર દ્વારા રાઇટ ટૂ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા અરવલ્લી જિલ્લામાં શરૂ કરવામાં આવી છે, પણ બેંક ખાતું જરૂરી હોઇ વાલીઓએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યાની બુમો ઉઠી રહી છે. મોડાસા નગર પાલિકા AIMIM ના કોર્પોરેટ બુરહાન ચગને જિલ્લા કલેક્ટરને આ બાબતે લેખિતમાં રજૂઆત કરી છે અને બેંક ખાતા ખોલવામાં આના-કાની કરતી હોવાનો ઉલ્લેખ કર્યો છે.

જિલ્લા કલેક્ટરને લખેલા પત્રમાં કોર્પોરેટરએ જણાવ્યું છે કે, RTE પ્રવેશ માટે બેંક ખાતુ હોવું ફરજિયાત છે, જેને લઇને વાલીઓ બેંકમાં પહોંચે છે, પણ બેંકમાંથી યોગ્ય જવાબ મળતો નથી. ઘણાં વાલીઓને બુમો છે કે, વિદ્યાર્થીઓના બેંક ખાતા ખોલવામાં 20 દિવસ થી 1 મહિનાનો સમય લાગી શકે એમ છે તેવા જવાબો મળી રહ્યા છે ત્યારે તેઓ શું કરે તે મુંજવણો ઊભી થઇ છે.

AIMIM ના કોર્પોરેટરનું કહેવું છે કે, સમયસર બેંક ખાતું અને ત્યારબાદ બેંક દ્વારા ઇશ્યુ કરવામાં આવતી પાસબૂકના અભાવને કારણે સરકારની RTE યોજનાનો લાભ ગરીબ તેમજ આર્થિક રીતે અક્ષમ વાલીઓ લાભ લેવાથી વંચિત રહી શકે એમ છે. આ બાબતે યોગ્ય વ્યવસ્થા કરીને વાલીઓને સત્વરે બેંક ખાતુ ખોલાવી શકે તેવી વ્યવસ્થા થાય તે જરૂરી છે.

મહત્વનું છે કે, માત્ર બેંક ખાતાની વિગત ન હોવાથી વાલીઓ તેમના બાળકોના RTE ફોર્મ ન ભરી શકતા હોવાની બુમો ઉઠી રહી છે, ત્યારે આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ તેમજ વહીવટી તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તે પણ જરૂરી છે, નહીંતર સરકારની શિક્ષણલક્ષી યોજનાઓનો લાભ બાળકોને નહીં મળે તો સ્પષ્ટ છે. સૌ ભણે સૌ આગળ વધેનું સરકારનું સુત્ર જિલ્લા વહીવટી તંત્ર સાકાર કરશે કે નહીં તે પણ સવાલ લોકોમાં ઊઠી રહ્યો છે.

Related posts

९१ लाख की रद्द चलन की नोटों के साथ छह की गिरफ्तारी

aapnugujarat

દારૂના કેસમાં ઝડપાયેલું વાહન છોડાવવું હવેથી વધુ મુશ્કેલ

aapnugujarat

હિંમતનગરમાં ટીંટોડીએ બુલેટમાં ઈંડા મૂક્યાં

editor

Leave a Comment

UA-96247877-1