Aapnu Gujarat
ગુજરાત

વીએસ હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનોને ટિફીન લાવવા પર પ્રતિબંધ મુકાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરની વી.એસ.હોસ્પિટલમાં સત્તાવાળાઓ દ્વારા બેવડા માપદંડ અપનાવવામાં આવી રહ્યા છે જ્યાં એક તરફ દર્દીઓના સ્વજન જો દર્દી માટે ટિફીન લઈને હોસ્પિટલમાં જાય તો તેને રોકી દેવામાં આવી રહ્યા છે ત્યાં બીજી તરફ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો માટે મેસ હોવાછતાં તેમના માટે બહારથી મંગાવવામાં આવતા ટિફીનો બેરોક-ટોક છેક અંદર સુધી પહોંચી જતા હોય છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, મ્યુનિસિપલ કોર્પોેરેશન સંચાલિત શહેરની વી.એસ. હોસ્પિટલમાં દર્દીઓ માટે લઈ જવામાં આવતા તેમના સ્વજનો દ્વારા ટિફીન અને અન્ય ચીજો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે આ પરિસ્થિતિમાં જ્યાં દર્દીઓ અને તેમના પરિવારજનો હાલાકીમાં મુકાવા પામ્યા છે ત્યાં બીજી તરફ આજ હોસ્પિટલમાં જે રેસીડન્ટ ડોકટરોથી લઈને અન્ય ડોકટરો ફરજ બજાવી રહ્યા છે આ તમામ માટે ડોકટર મેસ ઘણા વર્ષોથી કાર્યરત હોવા છતાં પણ મોટાભાગના ડોકટરો મેસમાં જવાનુ ટાળી રહ્યા છે આ સાથે જ તેઓ તેમના ઘરેથી કે અન્ય સ્થળેથી તેમના મનપસંદ જમવાની ચીજો ટિફીનથી મંગાવતા હોય છે જે તેમના રૂમ સુધી સિકયોરીટી ગાર્ડ કે પટાવાળા દ્વારા સરળતાથી પહોંચાડવામાં આવતી હોવા છતાં સત્તાવાળાઓ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.હોસ્પિટલમાં અપનાવવામાં આવી રહેલા આ પ્રકારના બેવડા માપદંડ સામે દર્દીઓના સ્વજનોએ ઉગ્ર આક્રોશ વ્યકત કરતા કહ્યુ કે,નિયમ બનાવો તો તમામને એકસરખી રીતે લાગુ કરવો જોઈએ.તંત્ર ટિફીન મામલે દલીલ કરતા કહે છે કે,ટિફીન ઉપર પ્રતિબંધ મુકવા પાછળનુ મુખ્ય કારણ હોસ્પિટલમાં થતી ગંદકી ઓછી કરવાનુ છે તેની સામે વળતી દલીલમાં દર્દીઓના સ્વજનોનુ કહેવુુ છે કે,ડોકટરો માટે જે ટિફીન છેક તેમના રૂમ સુધી પહોંચે છે તેનાથી શું ગંદકી થતી નથી? હોસ્પિટલમાં પાર્કિંગના નામે પણ અનેક ગેરરીતી બહાર આવવા પામી છે.જેમાં સુપ્રિટેન્ડન્ટ ઓફિસ અને કોર્પોરેટર રૂમ પાસે આવેલા પાર્કિંગમાં આગળ દોરડા બાંધી દઈને માત્ર કોર્પોરેટરોના મળતીયાઓના જ વાહનો પાર્ક કરાવવામાં આવી રહ્યા છે જેની દેખરેખ પણ સિકયોરીટીના ગાર્ડ રાખતા જોવા મળે છે.

Related posts

હેરીટેજ મકાનના માલિકોને ટીડીઆર આપવા જાહેરાત

aapnugujarat

શૈલેષ ભટ્ટ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ છે : કોટડિયા

aapnugujarat

होमगार्ड के सस्पेंडेड सीनियर कमांडेंट के विरूद्ध शिकायत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1