Aapnu Gujarat
મનોરંજન

અક્ષય કુમાર અને ટ્વિન્કલએ 100 ઓક્સિજન કંસન્ટ્રેટર્સ ડોનેટ કરવાનો નિર્ણય

કોરોનાની બીજી લહેરનો ભયંકર કહેર વધી રહ્યો છે. વાયરસ ના કારણે કેસ અને દર્દીઓનો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. દર્દીઓની સંખ્યા વધતા બેડ, વેન્ટિલેટર અને ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. આ દરમિયાન ઘણા બોલિવૂડ કલાકાર લોકોની મદદ કરવા માટે આગળ આવ્યા છે. અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિન્કલ ખન્નાએ 100 ઓક્સિજન કંસન્ટ્રેટર્સ ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. આ વાતની જાણકારી ટ્વિન્કલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી છે.આ પહેલાં પણ પીએમ કેર ફંડમાં 25 કરોડ રૂપિયા દાન કર્યા હતા. એ પછી BMCને PPE કિટ્સ ખરીદવા 3 કરોડ રૂપિયા આપ્યા હતા.

Related posts

‘ગલી બોય’નું ટ્રેલર રિલીઝ કરાયું; રણવીરનો ફાંકડો અભિનય

aapnugujarat

પરિણીતી સૈફ અલી ખાન સાથે લગ્ન કરવા માંગતી હતી

editor

I want to play role of Psycho-Killer : Akshay

aapnugujarat

Leave a Comment

UA-96247877-1