Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગરીબો અને જરૂરિયાતમંદોને મફતમાં વેક્સીન લગાવો : માયાવતી

બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ તેમજ યુપીના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ આંબેડકર જયંતિ પર મીડિયાને સંબોધિત કર્યા. માયાવતીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ કે આજેનો દિવસ બહુ જ ખાસ છે કારણકે આજના જ દિવસે બસપાની સ્થાપના થઈ. બસપા બાબા સાહેબના મિશનને આગળ વધારી રહ્યુ છે. આ દરમિયાન માયાવતીએ કહ્યુ કે કેન્દ્ર અને અન્ય બધી રાજ્ય સરકારોએ ગરીબોને મફત વેક્સીન લગાવવાનુ એલાન કરવુ જોઈએ.
બસપા અધ્યક્ષ માયાવતીએ બુધવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ કે કેન્દ્ર સરકારે ૧૪ એપ્રિલ સુધી કોવિડ-૧૯ વેક્સીન લગાવવાને ઉત્સવ તરીકે મનાવવાનુ જે વિશેષ અભિયાન ચલાવ્યુ છે તે સારી વાત છે. પરંતુ જો આ ઉત્સવ દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં વેક્સીન લગાવવાના રૂપમાં મનાવવામાં આવતુ તો તે વધુ યોગ્ય ગણાત. હું બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર જયંતિ પર કેન્દ્ર અને રાજ્ય સરકારોને અનુરોધ કરુ છુ કે તે આજે આખા દેશમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વેક્સીન મફતમાં લગાવાનો નિર્ણય લે અને એલાન કરે.
કોંગ્રેસ મહાસચિવ તેમજ ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધીએ પણ ટિ્‌વટ કરીને બાબા સાહેબ આંબેડકરને નમન કર્યા છે. પ્રિયંકા ગાંધી ગાંધીએ લખ્યુ, ’બાબા સાહેબ આંબેડકરે સમતા, સામાજિક ન્યાય, સંગઠન, શિક્ષણ તેમજ સંઘર્ષને એક મિશન બનાવવાની વાત કહી. આપણા જીવનના દરેક દિવસ બાબા સાહેબના મિશનને પૂરુ કરવા માટે સંઘર્ષનો દિવસ છે. ભીમરાવ આંબેડકર બાબા સાહેબ આંબેડકરને સાદર નમન.’

Related posts

शिक्षित नौजवानों के साथ भेदभाव कर रही बिहार सरकार : कुशवाहा

aapnugujarat

कोरोना संक्रमित हुए महाराष्ट्र के मंत्री छगन भुजबल

editor

ડીઝલનો ભાવ વધવાથી ટ્રાન્સપોર્ટ ભાડા ૧૦ ટકા વધશે

editor

Leave a Comment

UA-96247877-1