Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુંબઇમાં લોકડાઉનના ભયથી રેલ્વે સ્ટેશન પર હજારોની સંખ્યામાં મજૂરો એકઠા થયા

દેશમાં કોરોના વાઇરસ સંક્રમણની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહીં છે. સોમવારના રોજ રેકોર્ડ નવા કેસ સામે આવ્યાં બાદ એક્ટિવ કેસની સંખ્યા ૧૨ લાખને પાર થઇ છે, જે કુલ પોઝિટીવ કેસના ૯.૨૪ ટકા છે.
કેન્દ્રી સ્વાસ્થ્ય મંત્ર્યાલય અનુસાર મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્નાટક, કેરલ, તામિલનાડુ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં કોરોનાના સૌથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે. નવા નોંધાયેલા કેસમાંથી ૮૩.૦૨ ટકા કેસ તો આ દસ રાજ્યમાંથી આવ્યાં છે.
બીજી તરફ મુંબઇમાં પ્રવાસી મજૂરોની ભીડ ઉમટી પડી રહીં છે. મુંબઇના સીએસટી સ્ટેશન પર પ્રવાસીઓ મજૂરો વતન પરત ફરવા માટે મોટી સંખ્યામાં ભેગા થઇ રહ્યાં છે. હજારોની સંખ્યામાં લોકો રેલ્વે સ્ટેશન પર નજરે ચડે છે. કોરોના વાયરસના કારણે દેશમાં કથળી રહેલી સ્થિતિ અને લોકડાઉનની આશંકાઓની વચ્ચે મજૂરો મહરાષ્ટ્રથી યુપી-બિહાર સ્થિત પોતાના વતન પરત ફરી રહ્યાં છે.
રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં મજૂરો એકઠા થતા કોરોનાનું સંક્રમણ ફેલાવાનું ભય પણ વધ્યું છે.

Related posts

એન્ટીગુઆની નાગરિકતા માટે ૨૮ લોકોએ કરેલી અરજી

aapnugujarat

Urban local body poll results of K’taka: BJP gets 366, Congress won 509 seats

aapnugujarat

નરેન્દ્ર મોદી સમય કરતા પહેલા ચૂંટણી માટેની જાહેરાત કરી શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1