Aapnu Gujarat
રાષ્ટ્રીય

અબુ સાલેમે વિશેષ ટાડા અદાલતમાં લગ્ન કરવા માટે જમાનત માંગી

માફિયા ડોન અને ૧૯૯૩ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો દોષી અબુ સાલેમે વિશેષ ટાડા અદાલતમાં લગ્ન કરવા માટે જમાનત માંગી છે. અબુ સાલેમે હાઈકોર્ટના બે આદેશોનો હવાલો આપતા કહ્યું કે, તેને લગ્ન માટે જમાનત આપવી જોઈએ. હાઈકોર્ટના આ આદેશ અનુસાર, કોઈ કેદીને લગન માટે જમાનત આપી શકાય છે. અબુ સાલેમ મુંબઈની પાસે મુંબરામાં રહેતી એક મહિલા સાથે લગ્ન કરવા માગે છે. ૧૬ જૂનના રોજ ટાડાની વિશેષ અદાલતે અબુ સાલેમ સહિત છ લોકોને મુંબઈ બોમ્બ બ્લાસ્ટ માટે દોષી જાહેર કર્યા હતા.

અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ આ પહેલા ઓગસ્ટ ૨૦૧૫માં લગ્નની પરમિશન માંગી ચૂક્યો છે. તેણે ટાડા કોર્ટની સામે એમ કહીને પરમિશન માંગી હતી કે, ૨૦૧૪માં લગ્નની અફવાઓને કારણે કોઈ કારણોસર તેને લગ્ન કરવા મુશ્કેલ બની ગયું હતું. આ અફવા બાદ તે લગ્ન કરવા માંગતો ન હતો. મહિલાનું કહેવું હતું કે, કેટલીક જગ્યાઓ પર તેની અને સાલેમની તસવીરો ફરતી થઈ હતી. તેના બે મહિના બાદ ઓગસ્ટ ૨૦૧૫માં સાલેમે આ મહિલા સાથે લગ્ન કરવાની પરમિશન માંગી હતી.

ઉલ્લેખનીય છે કે, અબુ સાલેમનું પ્રેમ પ્રકરણ હંમેશા ચર્ચામાં રહ્યુ છે. અભિનેત્રી મોનિકા બેદી સાથે તેનું પ્રેમ પ્રકરણ હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. સપ્ટેમ્બર ૨૦૦૨માં પોર્ટુગલના લિસ્બનમાં સાલેમની તેની પ્રેમિકા મોનિકા બેદી સાથે ધરપકડ થઈ હતી. સલીમના પહેલા લગ્ન લવ મેરેજ છે. ૧૯૯૧માં મુંબઈના ડીએન નગર પોલીસ સ્ટેશનમાં સગીર સમીરા જુમાનીની માતાએ એફઆઈઆર કરી હતી કે, અબુ સાલેમે તેની દીકરીનું અપહરણ કર્યું હતું. બાદમાં સમીરા સલેમ તેની પહેલી પત્ની બની હતી.

Related posts

पीएम आवास योजना के तहत 2022 तक 1.95 करोड़ घर बनाने का लक्ष्य

aapnugujarat

अनुच्छेद ३७० : सरकार ने असंवैधानिक तरीके से काम किया है : प्रियंका

aapnugujarat

ग्रेटर नोएडा में दो सड़क हादसों में १० की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1