Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં કોરોનાએ રફ્તાર પકડી : ૨૪ કલાકમાં ૪૭,૦૦૦ નવા કેસ

કોરોનાના દૈનિક કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં નોંધપાત્ર રીતે નવા કેસમાં વધારો જોવા મળ્યો છે. જેને જોતા કેન્દ્ર સરકારની ચિંતા વધી ગઈ છે. રાજ્યો પોતાના સ્તરે વિવિધ પ્રતિબંધો લગાવીને કોરોનાના પ્રકોપને ઘટાડવાની કોશિશ કરી રહ્યા છે. કોરોનાના વધતા કેસ જોતા કેટલાક શહેરોમાં હાલ પૂર્ણ લોકડાઉન પણ લાગુ છે. તો કેટલાક શહેરોમાં નાઈટ કરફ્યૂ તથા અન્ય પ્રતિબંધો પણ કડકાઈથી લાગુ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૬ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૪૬,૯૫૧ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા ૧,૧૬,૪૬,૦૮૧ પર પહોંચી ગઈ છે. જેમાંથી ૧,૧૧,૫૧,૪૬૮ લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા જ્યારે ૩,૩૪,૬૪૬ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં ૨૧૨ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા. આ સાથે કુલ મૃત્યુઆંક ૧,૫૯,૯૬૭ પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૪,૫૦,૬૫,૯૯૮ લોકોને રસી આપવામાં આવી છે.
છત્તીસગઢમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખતાં રાજ્ય સરકારે તમામ સ્કૂલો, કોલેજો અને આંગણવાડીને આગામી આદેશ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્યના મંત્રી રવીન્દ્ર ચૌબેએ આ બાબતે પુષ્ટિ કરી હતી.
આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ઉત્તરાખંડના મુખ્ય સચિવને કુંભ મેળામાં પ્રોટોકોલનું સખત પાલન કરવા પત્ર લખ્યો છે. ઉચ્ચ સ્તરીય સેન્ટ્રલ ટીમના કુંભ પ્રવાસ બાદ વ્યક્ત થયેલી ચિંતા પછી તેમણે આ પત્ર લખ્યો છે.

Related posts

મોદી કેબિનેટના વિસ્તરણથી શિવસેના ખફા : જેડીયુ મૌન

aapnugujarat

૮૨૭ પોર્ન સાઈટ બંધ કરાતાં ચાહકોમાં આક્રોશ

aapnugujarat

મહામારીમાં આયુર્વેદિક ઉત્પાદનોની માંગ વધી

editor

Leave a Comment

UA-96247877-1