Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેન્દ્ર જજોની ખાલી પડેલી નિમણૂંક કરે નહીં તો કાર્યવાહી તૈયાર રહે : કોલકાતા હાઈકોર્ટ

કોલકાતા હાઈકોર્ટે એક સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને ચેતવણી આપતાં જણાવ્યું છે કે જો કેન્દ્ર સરકાર હાઈકોર્ટમાં ખાલી પડેલી જગ્યાઓ પર જજની નિમણૂક તાત્કાલિક નહીં કરે તો કેન્દ્ર વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.  દેશની સૌથી જૂની હાઈકોર્ટમાં ૭૨ જજ માટે મંજૂરી આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોલકાતા હાઈકોર્ટમાં માત્ર ૩૪ જજ જ છે. આ વર્ષના અંત સુધીમાં સાત જજ નિવૃત્ત થનાર છે.
ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ દેવીપ્રસાદ બેન્ચે જણાવ્યું છે કે આ કેસમાં સરકારના સતત મૌનને લઈ અમારે ગંભીરતાપૂર્વક દરમિયાનગીરી કરવી પડી છે, તેના કારણે હાઈકોર્ટ પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી શકતી નથી.  હાઈકોર્ટે આ ટિપ્પણી અભિનેતા વિક્રમ ચેટરજીની જામીનઅરજી પરની સુનાવણી દરમિયાન કરી હતી. વિક્રમ ચેટરજી મોડલ સોનિયા ચૌહાણના મોતના મામલામાં ફસાયા છે.
ન્યાયતંત્રએ હાઈકોર્ટના જજની નિમણૂકની બાબતમાં પ્રથમ વાર સવાલ ઉઠાવ્યો છે એવું નથી. પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુરે પણ એક કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં જજની તંગીને લઈ સવાલ ઉઠાવ્યો હતો અને તેમની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. કોલકાતા હાઈકોર્ટે પોતાના આદેશની એક નકલ કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદને સુપરત કરવા આદેશ કર્યો છે કે જેથી તેઓ કોલકાતા હાઈકોર્ટમાં જજની નિમણૂકને પ્રાથમિકતા આપી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરની હાઈકોર્ટમાં જજની ૪૦૦થી વધુ જગ્યાઓ ખાલી છે અને ૨.૭ કરોડ કરતાં વધુ કેસ પડતર છે. જજની નિમણૂકને લઇ સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે છેલ્લા ૧૮ મહિનાથી ટકરાવની સ્થિતિ સર્જે છે.

Related posts

અદાણી, અંબાણી કે ટાટા, બિરલાથી પણ મારો સમય કિંમતી : રામદેવ

aapnugujarat

Congress is heavily involved in deal-making: PM Modi

aapnugujarat

સંસદમાં રાહુલ ગાંધી વિરુદ્ધ નારેબાજી : કાર્યવાહી ૨૦ માર્ચ સુધી સ્થગિત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1