Aapnu Gujarat
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીની તસવીર અપમાનજનક રીતે વાપરવા બદલ એઆઇબી સામે પોલીસ કેસ

જાહેરજીવનમાં રમૂજ કરાય એની વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફેણ કરતા આવ્યા છે, પણ એવી ઘણી ઘટનાઓ પરથી માલૂમ પડ્યું છે કે એમનાં ઘણાં ચાહકો અને પ્રશંસકો મોદી વિરુદ્ધ ગમે તેવા પ્રકારની બેહુદી રમૂજ કરાય એ સ્વીકારવા તૈયાર નથી.જે લોકો મોદી ઉપર વાંધાજનક રમૂજ કરતા હોય છે કે એમના નિર્ણયો તથા પગલાંની આકરી ટીકા કરતા હોય છે એમની ભાજપ દ્વારા બરાબરની ફીરકી લેવામાં આવે છે. આ યાદીમાં લેટેસ્ટ નામ છે કોમેડી ગ્રુપ ઓલ ઈન્ડિયા બકચોદ.એક ટિ્‌વટર યૂઝરે વડાપ્રધાન મોદી જેવા દેખાતા એક માણસને રેલવે સ્ટેશને ઉભેલો બતાવતો એક ફોટો પોસ્ટ કર્યો હતો.
નરેન્દ્ર મોદી જેવા દેખાતા એક માણસનો ફોટો છેલ્લા બે દિવસથી સોશિયલ મિડિયા પર ફરી રહ્યો છે. દરેક જણ એની મજાક ઉડાવી રહ્યા છે.
પરંતુ, વડાપ્રધાનનાં અનેક ચાહકોએ એ ફોટા સામે નારાજગી, વિરોધ વ્યક્ત કર્યા હતા.કોમેડી ગ્રુપ એઆઇબીએ એના સત્તાવાર ટિ્‌વટર પેજ પર સ્નેપચેટના ડોગ ફિલ્ટરનો ઉપયોગ કરીને વડાપ્રધાન મોદીની એક તસવીર પોસ્ટ કરી હતી. આ ફોટામાં એણે સ્નેપચેટ ડોગ ફિલ્ટરનો ઉપયોગ કર્યો છે. આનું સારું પરિણામ આવ્યું નથી. એઆઇબીએ બાદમાં એ ટ્‌વીટને ડીલીટ કરી હતી.પરંતુ, મુંબઈ પોલીસે આજે એઆઇબી સામે એફઆઈઆર નોંધી છે. ટ્‌વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કરવાનો તેની પર આરોપ છે.
મુંબઈ પોલીસના સાઈબર ક્રાઈમ વિભાગે નોંધાવેલા ફર્સ્ટ ઈન્વેસ્ટિગેશન રિપોર્ટમાં જણાવાયું છે કે એઆઇબી ગ્રુપે પીએમ મોદીની તસવીરનો અપમાનજનક રીતે ઉપયોગ કર્યો છે.ઘણાં સોશિયલ મિડિયા યૂઝર્સે એઆઇબીના તે ટ્‌વીટને વાંધાજનક ગણાવી હતી અને મુંબઈ પોલીસને ટેગ પણ કરી હતી. ઘણાએ લખ્યું હતું કે આ બાબતમાં પોલીસ કેસ થવો જોઈએ.ડીલીટ કરાયેલી ટ્‌વીટમાં વડાપ્રધાનના ફોટાની બાજુની તસવીરમાં સ્નેપચેટના ડોગ ફિલ્ટર સાથે અને ‘ડોગ ફિલ્ટર ઈસ લાઈફ’ કેપ્શન સાથે મોદીની જેવા દેખાતા એક શખ્સનો પણ ફોટો મૂકવામાં આવ્યો હતો. એઆઇબી ગ્રુપના ફેસબુક પેજ ઉપર પણ આ ઈમેજ પોસ્ટ કરવામાં આવી હતી.એઆઇબી ગ્રુપે આ તસવીરને એક રમૂજ તરીકે ઓળખાવી છે, પણ વડાપ્રધાન મોદીના ઘણા સમર્થકોને તેની આ રમૂજ પસંદ નથી પડી અને ઉલટાની વાંધાજનક લાગી છે.
એઆઇબીના તન્મય ભટ્ટે સોશિયલ મિડિયા પર લોકોના રોષને પ્રતિસાદ આપતું નિવેદન મૂક્યું હતું કે, અમે તો બધા રાજકીય નેતાઓની રમૂજ કરીએ છીએ. એમાં પીએમ મોદી પણ સામેલ છે. ભૂતકાળમાં પણ અમે ઘણી વાર એવું કરી ચૂક્યા છીએ. આમાં આટલા હતાશ થવાની શું જરૂર છે? સ્નેપચેટના ફિલ્ટરને કારણે કોંગ્રેસ અને ભાજપ બંનેના નેતાઓ જુઓ તો કેવા ભડકી ગયા છે.

Related posts

કર્મીઓના પગારમાં ૯-૧૨ ટકાનો એકંદરે વધારો રહેશે

aapnugujarat

Prez Kovind orders retirement of 15 senior officials of Ministry of Finance

aapnugujarat

लोकसभा में बोले PM मोदी – गलत अफवाहों का शिकार किसान

editor

Leave a Comment

UA-96247877-1