Aapnu Gujarat
રાષ્ટ્રીય

સુનંદા પુષ્કર મર્ડર કેસમાં હોટલના રૂમ અંગે માહિતી માટે દિલ્હી હાઈકોર્ટનો આદેશ

દિલ્હી હાઈકોર્ટે સનસનાટીપૂર્ણ અને હાઈપ્રોફાઇલ સુનંદા પુષ્કર હત્યાકેસમાં હોટલ લીલા પેલેસથી સીલ કરવામાં આવેલા સ્યુટ નંબર ૩૪૫ના ડેમેજ રિપોર્ટની માંગ કરી છે. હોટલ લીલી પેલેસ વહીવટીતંત્રએ અગાઉ કોર્ટ સમક્ષ અરજી કરીને સીલ કરવામાં આવેલા રૂમ નંબર ૩૪૫ને ખોલી દેવા માટે પરવાનગી માંગી હતી. કોર્ટે લીલા પેલેસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર દિલ્હી પોલીસ પાસેથી જવાબ પણ માંગ્યો છે. હોટલના આ રુમમાં જાન્યુઆરી ૨૦૧૪માં સુનંદા મૃત હાલતમાં મળી આવી હતી. રૂમ નંબર ૩૪૫ને ખોલી દેવા માટેની માંગ કરવામાંઆવી હતી. તપાસ અધિકારીને ૨૧મી જુલાઈ સુધી જવાબ આપવા મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ પંકજ શર્માએ આદેશ કર્યો છે. આ મામલાની સુનાવણી ૨૦મી જુલાઈ સુધી મોકૂફ કરાઈ છે. સુબ્રમણ્યમ સ્વામી દ્વારા અરજી કરવામાં આવી હતી.

Related posts

કિશોરીએ માતાને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી

aapnugujarat

૧૯૭૧ માટે ઈન્દિરા ગાંધીની પ્રશંસા થઈ શકે તો બાલાકોટ માટે મોદીની કેમ નહીં : રાજનાથ

aapnugujarat

સત્તામાં આવવા મત મળશે તો ૩૫એ અકબંધ રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1