Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સત્તામાં આવવા મત મળશે તો ૩૫એ અકબંધ રહેશે

જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૫એના મુદ્દા પર જારી રાજકીય ઘમસાણ વચ્ચેનેશનલ કોન્ફરન્સ અને પીડીપી બાદ હવે કોંગ્રેસ પાર્ટીએ પણ ૩૫એને લઇને સમર્થન કરવાની વાત કરી છે. સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ રહેલા આ મામલામાં આજે એક નિવેદન કરતા રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ ગુલામ અહેમદ મીર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, જો આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો ૩૫એ પર કોઇપણ પ્રકારની અડચણ આવશે નહીં. આજે શ્રીનગરમાં મિડિયા સાથે વાતચીત કરતા મીરે કહ્યું હતું કે, જમ્મુ કાસ્મીરમાં કોંગ્રેસ પાર્ટી કલમ ૩૫એના રક્ષણ માટે કામ કરી રહી છે. જો આવનાર સમયમાં અમને સત્તા મળશે તો કલમ ૩૫એ પર કોઇપણ અડચણ આવશે નહીં. કોંગ્રેસ પાર્ટીએ હાલમાં જ કલમ ૩૫એના મુદ્દા ઉપર રાજ્યમાં બનેલી અસમસંજની સ્થિતિ અને રાજકીય વિરોધને ધ્યાનમાં લઇને કેન્દ્રમાં પંચાયત ચૂંટણી પર પોતાનું વલણ સ્પષ્ટ કરવાની માંગ કરી હતી. કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગુલામ અહેમદ મીરે ૧૨મી સપ્ટેમ્બરના દિવસે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, સરકારે કોઇપણ વાસ્તવિકતામાં ધ્યાન આપ્યા વગર પંચાયત ચૂંટણીની ઘોષણા કરી દીધી છે. કોંગ્રેસ પાર્ટી અન્ય રાજકીય પક્ષોની સાથે છે. કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરીને દર્શાવવું જોઇએ કે, હકીકતમાં ચૂંટણી કરાવવા ઇચ્છે છે કે કેમ. હાલમાં આ સમગ્ર પ્રક્રિયા એક નાટકની જેમ લાગી રહી છે. કોંગ્રેસ પાર્ટીથી પહેલા જમ્મુ કાશ્મીરમાં બે સૌથી મોટી પાર્ટી નેશનલ કોન્ફરન્સ અને પીડીપી દ્વારા પણ ૩૫એની તરફેણમાં રજૂઆત કરવામાં આવી ચુકી છે અને ઓક્ટોબર મહિનામાં યોજાનાર સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાત કરવામાં આવી ચુકી છે. ૧૦મી સપ્ટેમ્બરના દિવસે પત્રકાર પરિષદ યોજીને મહેબુબા મુફ્તીએ કહ્યું હતું કે, તેમની પાર્ટી સ્થાનિક ચૂંટણીમાં ભાગ લેશે નહીં. જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા ૩૫એના મુદ્દા ઉપર વલણ સ્પષ્ટ કરવામાં આવશે નહીં ત્યાં સુધી તેમની પાર્ટી ચૂંટણીમાં ભાગ લેશે નહીં. મહેબુબા મુફ્તિએ દલીલ કરી હતી કે, પ્રદેશમાં કલમ ૩૫એને લઇને અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા છે. ભયનો માહોલ છે. આવી સ્થિતિમાં જો કોઇ સરકાર ચૂંટાઈને આવશે તો પરિણામ બાદ પણ અનિશ્ચિતતાની સ્થિતિ રહેશે. નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને શ્રીનગરના સાંસદ ફારુક અબ્દુલ્લાએ પણ કહ્યું હતું કે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા આ કલમના સંદર્ભમાં સ્પષ્ટતા કરવામાં આવશે નહીં ત્યાં સુધી તેમની પાર્ટી ચૂંટણીમાં ભાગ લેશે નહીં. ૧૯મી જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે આ મામલામાં હવે વધુ સુનાવણી કરવામાં આવનાર છે. ૩૧મી ઓગસ્ટના દિવસે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મુજબની વાત કરી હતી.

Related posts

महबूबा-फ़ारूक गैंग को डर जरूर है, इसलिए बेचैन है : गिरिराज सिंह

aapnugujarat

Terrorist organisation L-e-M chief arrested in J&K

editor

સેના માટે ૧૫૯૩૫ કરોડના હથિયારોની જંગી ખરીદીને લીલીઝંડી અપાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1