Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીની નીતિથી કાશ્મીરમાં ત્રાસવાદીઓને ખુલ્લો દોર : રાહુલ ગાંધી

અમરનાથ યાત્રીઓ ઉપર આતંકવાદી હુમલા બાદ કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આજે આકરા પ્રહાર કર્યા હતા. રાહુલે અનંતનાગમાં હુમલાને રોકવામાં નિષ્ફળતા બદલ કેન્દ્ર ઉપર પ્રહાર કરતા એક પછી એક ટિ્‌વટ કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, વડાપ્રધાનની નીતિઓના કારણે કાશ્મીરમાં ત્રાસવાદીઓને હવે જગ્યા મળી ગઈ છે. આ ભારત માટે વ્યૂહાત્મક આઘાત તરીકે છે. રાહુલે પોતાના ટિ્‌વટમાં જમ્મુ કાશ્મીરની ભાજપ-પીડીપી સરકાર ઉપર પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, પીડીપીથી ગઠબંધનને મળનાર નાનકડા લાભ માટે ભારતની પ્રતિષ્ઠા દાવ ઉપર મુકી દેવામાં આવી છે. મોદી ઉપર પ્રહાર કરવામાં આક્રમક દેખાઈ રહેલા રાહુલે કહ્યું હતું કે, મોદીના વ્યક્તિગત લાભના કારણે દેશને નુકસાન થઇ રહ્યું છે. નિર્દોષ ભારતીયોની હત્યા થઇ રહી છે. સોમવારના દિવસે અમરનાથ યાત્રીઓની બસને ટાર્ગેટ બનાવીને હુમલો કરાયો હતો જેમાં સાત લોકો માર્યા ગયા હતા અને ૩૨થી વધુ શ્રદ્ધાળુ ઘાયલ થયા હતા. આ હુમલાની પહેલાથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સહિતના નેતાઓ ટિકા કરી ચુક્યા છે. રાહુલ ગાંધીએ કહ્યં છે કે, મોદીની નીતિના કારણે જ કાશ્મીરમાં ત્રાસવાદીઓને હવે સીધો ફાયદો થઇ રહ્યો અને તેમને હુમલા કરવાની તક મળી રહી છે. રાહુલ ગાંધી ખેડૂતોના મુદ્દા ઉપર પણ વડાપ્રધાનને ભીંસમાં લેવાના પ્રયાસ કરી ચુક્યા છે. હાલમાં વેકેશન ગાળા બાદ સ્વદેશ પરત ફરેલા રાહુલે મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સામે જુદા જુદા મોરચા ઉપર પ્રહારો શરૂ કરી દીધા છે. કોંગ્રેસના અન્ય નેતાઓ પણ કહી ચુક્યા છે કે, માત્ર નિવેદનબાજીથી કામ ચાલશે નહીં. ત્રાસવાદીઓ સામે નિર્ણાયક કાર્યવાહી કરવી પડશે. મોદીના અંગત લાભના કારણે ભારતને વ્યૂહાત્મક નુકસાન થઇ રહ્યું છે. નિર્દોષ ભારતીયો મરી રહ્યા હોવાનો દાવો રાહુલે કર્યો છે.

Related posts

PM મોદી બિહારથી લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે

aapnugujarat

डीजल और पेट्रोल के वाहनों पर प्रतिबंध लगाने की योजना नहीं : धर्मेंद्र प्रधान

aapnugujarat

પીએનબી ફ્રોડ વચ્ચે સંસદ સત્રના બીજા તબક્કાની આવતીકાલથી શરૂઆત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1