Aapnu Gujarat
રમતગમત

વિમ્બલ્ડનમાં નદાલ યંગ પર જીત મેળવી ત્રીજા રાઉન્ડમાં

ઓલ ઇંગ્લેન્ડ ખાતે રમાઇ રહેલી વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં ચોથા ક્રમાકિત રાફેલ નદાલે પોતાની બીજા રાઉન્ડની મેચ જીતી લઇને ત્રીજા રાઉન્ડમાં કુચ કરી લીધી છે. નદાલે સેન્ટર કોર્ટ પર રમાયેલી મેચમાં તેના હરિફ ખેલાડી ડોનાલ્ડ યંગ પર સીધા સેટોમાં ૬-૪, ૬-૨ અને ૭-૫થી જીત મેળવી હતી. ઇજાના કારણે ૩૧ વર્ષીય સ્ટાર ગયા વર્ષે રમી શક્યો ન હતો. આ વર્ષે તે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. નદાલ હવે ચોથા રાઉન્ડમાં શુક્રવારે એટલે કે આવતીકાલે રશિયાના ૩૦મા ક્રમાંકિત ખેલાડી કારેન ખાંચનોવ સામે રમશે. વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયન્સશીપમાં સેરેના વિલિયમ્સ આ વખતે મેદાનમાં ઉતરી રહી નથી. સર્બિયાના નોવાક જોકોવિકે વિમ્બલ્ડન પહેલા જ બ્રિટનમાં મોટી સ્પર્ધા જીતીને પોતાના હરીફ ખેલાડીઓને ચેતવણી આપી દીધી છે.મહિલાઓના વર્ગમાં આ વખતે સેરેનાની ગેરહાજરીમાં હેલેપ, પ્લીસકોવા ફેવરિટ તરીકે રહેશે. હાલમાં જ પ્લીસકોવા ફ્રેન્ચ ઓપનમાં ફાઈનલમાં પહોંચી હતી.
સ્ટાર ખેલાડી પ્લીસકોવાનો દેખાવ તાજેતરના સમયમાં સારો રહ્યો છે. આ ઉપરાંત છઠ્ઠી ક્રમાંકિત વોઝનિયાકી પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા છે. બીજી બાજુ રાફેલ નદાલ ફ્રેન્ચ ઓપન જીત્યા બાદ ફરી એકવાર પ્રબળ દાવેદાર તરીકે મેદાનમાં ઉતરશે.
સ્ટાર ફેડરર અને નદાલ વચ્ચે આ વખતે સ્પર્ધા હોવાનું જાણવા મળી રહ્યું છે. બ્રિટીશ સ્ટાર એન્ડી મરેએ શક્તિશાળી જર્મન ખેલાડી ડસ્ટીન બ્રાઉન પર સીધા સેટોમાં જીત મેળવી હતી.
મરે અને નડાલ સેમીફાઇનલમાં આમને સામને આવી શકે છે. મરે પણ ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે. સ્ટાર ખેલાડીની આગેકુચ જારી રહી છે. વર્તમાન ચેમ્પિયન એન્ડી મરેએ જર્મનીના ધરખમ ખેલાડી ડસ્ટિન બ્રાઉન ઉપર સીધા સેટોમાં ૬-૩, ૬-૨, ૬-૨થી જીત મેળવી હતી. આની સાથે જ વિમ્બલ્ડનમાં ઓછામાં ઓછા ત્રીજા રાઉન્ડ સુધી પહોંચવાની સિદ્ધિને એન્ડી મરેએ જાળવી રાખી છે. ડસ્ટિન બ્રાઉન હાલમાં શાનદાર દેખાવ કરી રહ્યો છે. ૨૦૧૫માં બીજા રાઉન્ડમાં બે વખતના ચેમ્પિયન રાફેલ નડાલ ઉપર બ્રાઉને બે વખત જીત મેળવી હતી. આ વખતે પણ તેની પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી હતી. કોર્ટ નંબર ૧ ઉપર જાપાનના મિશીકોરીએ ઉક્રેનના સર્જી ઉપર ૬-૪, ૬-૭, ૬-૧, ૭-૧થી જીત મેળવી હતી. બીજી બાજુ ૧૨માં ક્રમાંકિત ખેલાડી ફ્રાન્સના સોંગાની હાર થઇ ચુકી છે. મારિન સિલિક સહેજમાં હારતા બચી ગયો હતો. તેમની જર્મનીના ફ્લોરિયન માયર ઉપર ૭-૬, ૬-૪, ૭-૫થી જીત થઇ હતી. આ વખતે વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં મુખ્ય સ્પર્ધા પુરુષ સિંગલ્સ વર્ગમાં જોવા મળી રહી છે જેમાં રાફેલ નદાલ, રોજર ફેડરર, એન્ડી મરે અને નોવાક જોકોવિક વચ્ચે સ્પર્ધા છે. બે વખતના ચેમ્પયિન નડાલ પાસેથી વધારે સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Related posts

2019 में गलतियों से सबक लेकर टेस्ट की बारीकियां समझी : बाबर

aapnugujarat

આજે રાજસ્થાન-કોલકાતા વચ્ચે રોમાંચક જંગ ખેલાશે

aapnugujarat

બ્રિજભૂષણના નજીકના સાથી WFIની ચૂંટણી જીત્યા બાદ સાક્ષી મલિકે કુસ્તી છોડી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1