Aapnu Gujarat
રાષ્ટ્રીય

૯ રાજ્યોમાં કોરોના કહેર વધ્યો

કોરોના વાયરસના કેસમાં વધારો જે અત્યાર સુધી મહારાષ્ટ્ર અને પંજાબ સુધી સિમિત હતો તે હવે અનેક રાજ્યોમાં જાેવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, અને હરિયાણામાં દૈનિક કેસમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. આ રાજ્યોની સરકારો પણ અલર્ટ મોડ પર છે. નવા કેસની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૫૯૯ નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે ૯૭ લોકોના મૃત્યુ થયા છે.
કેન્દ્ર સરકાર સતત દૈનિક કોરોનાના નવા કેસ મામલે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સ્થિતિ પર નજર રાખી રહી છે. આ સાથે જ કેન્દ્રએ મહારાષ્ટ્ર અને પંજાબમાં ઉચ્ચ સ્તરીય ટીમોની નિયુક્તિ કરી છે. જ્યાં રોજેરોજ નવા કેસમાં વધારો થઈ રહ્યો છે.
દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૮,૫૯૯ નવા કેસ જાેવા મળ્યા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા ૧,૧૨,૨૯,૩૯૮ પર પહોંચી ગઈ છે. જેમાંથી ૧,૦૮,૮૨,૭૯૮ લોકો કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. જ્યારે ૧,૮૮,૭૪૭ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. દેશમાં એક જ દિવસમાં કોરોનાથી ૯૭ લોકોના મોત થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૧,૫૭,૮૫૩ પર પહોંચી ગયો છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૧૧ હજાર પાર ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ૧૧૧૪૧ કેસ સામે આવ્યા છે. ૧૬ ઓક્ટોબર બાદ પહેલીવાર આટલા કેસ આવ્યા છે. કોરોનાના કારણે રાજ્યમાં એક દિવસમાં ૩૮ લોકોના મોત થયા છે.
કોરોનાના વધતા જાેખમના કારણે મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં ૧૧ માર્ચથી ૪ એપ્રિલ સુધી આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવશે. આ દરમિયાન સવારે ૬ વાગ્યાથી રાતે ૯ વાગ્યા સુધી જીવન સામાન્ય રહેશે. પરંતુ ૯ વાગ્યા બાદ નાઈટ કરફ્યૂ લાગશે. જે સવારે ૬ વાગ્યા સુધી લાગુ રહેશે. આ સાથે જ શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન લાગુ રહેશે. જાે કે આ દરમિયાન ચિકિત્સા સેવાઓ, ઔદ્યોગિક ક્ષેત્રો અને મીડિયાને છૂટ અપાઈ છે. જ્યારે લગ્ન, ધાર્મિક સમારોહ, ખેલ, અને રાજનીતિક કાર્યક્રમો પર રોક રહેશે.

Related posts

Sharad Pawar calls leaders who quit NCP and join other parties as ‘crows’

aapnugujarat

હિમાચલ-ગુજરાતમાં ભાજપ શાનદાર જીત મેળવશે : એગ્ઝિટ પોલ

aapnugujarat

NETRA; project by ISRO to safeguard Indian space assets from debris, other harm

aapnugujarat

Leave a Comment

UA-96247877-1