Aapnu Gujarat
મનોરંજન

હુમા સાકીબની સાથે મળી પ્રોડક્શન હાઉસ શરૂ કરશે

ગેંગ્સ ઓફ વાસેપુર, અને બદલાપુર જેવી ફિલ્મો મારફતે ભારે લોકપ્રિયતા મેળવનાર ખુબસુરત હુમા કુરેશી અભિનેત્રી અનુષ્કા શર્માથી ભારે પ્રભાવિત રહી છે. તે પણ અનુષ્કાની દિશામાં આગળ વધીને હવે ફિલ્મ નિર્માણ કરી શકે છે. હુમા કહે છે કે અનુષ્કા શર્મા ઉલ્લેખનીય કામગીરી અદા કરી રહી છે. અનુષ્કાએ ટુંકા ગાળામાં તેના પ્રોડક્શન હેઠળ કેટલીક ફિલ્મો પણ બનાવી છે. જેમાં એનએચ ૧૦ અને ફિલ્લુરીનો સમાવેશ થાય છે. સિનિયર અભિનેત્રી શાબના આઝમી પણ અનુષ્કાની હાલમાં પ્રશંસા કરી ચુકી છે. તેનુ કહેવુ થછે કે તે પોતે પણ હવે નિર્માણના ક્ષેત્રમાં કુદી જવા ઇચ્છુક છે. હુમા પોતાના ભાઇ અને અભિનેતા ાસાકીબ સલીમની સાથે મળીને ફિલ્મ નિર્માણ કરવા માટે તૈયાર છે. ૩૦ વર્ષીય હુમા કુરેશી માને છે કે વર્તમાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મહિલાઓ માટે તેમની કુશળતા સાબિત કરવાની વધારે તકો રહેલી છે. કલાકાર તરીકે અન્યો પર આધારિત રહેવાની ફરજ પડે છે. દરરોજના પગાર પર કામ કરનાર લેબરની જેમ અમારી હાલત રહે છે. પરંતુ જ્યારે ફિલ્મ નિર્માણ હોય છે ત્યારે આવી સ્થિતી હોતી નથી. સાકીબની સાથે મળીને તે પણ ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં કુદી જવા માટે તૈયાર છે. જો કે ફિલ્મમાં અભિનેત્રી તરીકે તે પોતાના કામને જારી રાખશે. તેનુ કહેવુ છે કે બોલિવુડમાં તે કેટલીક યાદગાર ફિલ્મો કરવાની ઇચ્છા ધરાવે છે. હુમા કુરેશીએ વર્ષ ૨૦૧૨માં બોલિવુડમાં ગેંગ્સ ઓફ વાસેપુર મારફતે એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તે કેટલીક સફળ ફિલ્મો કરી રહી છે. તે અક્ષય સાથે જોલી એલએલબી-૨માં દેખાઇ હતી.

Related posts

કોરોના સંકટ વચ્ચે અક્ષય કુમારે દાન કર્યા ૧ કરોડ રૂપિયા

editor

યામી ગૌતમ સ્કીનની સમસ્યાથી પરેશાન

editor

શર્લિન બોલ્ડ ઇમેજના લીધે જાણીતી છે : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1