Aapnu Gujarat
Uncategorized

મહેસાણા જિલ્લામાં ટિકિટ ની વહેંચણી બાબતે થયેલ ગેરરીતિ નો મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો છે

   મહેસાણા થી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે, વિસનગર માંથી હોદેદારો એ રાજીનામાં ધરી દીધા.જ્યારે જિલ્લાની અન્ય સીટો પર પણ અસંતોષ દેખાતો હતો, જેમાં કડીના કાર્યકરો તેમજ હોદ્દેદારોએ પણ રાજીનામાં ધરી દીધા હતા પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ તાત્કાલિક જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર ને પદ પરથી હટાવી પૂર્વ જીલ્લાકોંગ્રેસ પ્રમુખ તથા પીઢ કોંગ્રેસી કાર્યકર માનસિંહ ઠાકોર ને કાર્યકારી પ્રમુખ બનાવ્યાં.આજે રાજીનામુ આપનાર કોંગ્રેસ ના હોદ્દેદારો મામલે વિસનગરના કોંગ્રેસ ના અગ્રણીઓએ યોજી પ્રેસ માહિતી આપી હતી.

કોંગ્રેસ ના જિલ્લા મહિલા પ્રમુખ રીટાબેન પટેલે નિવેદન આપ્યું કે રાજીનામુ આપનાર હોદ્દેદારો ભાજપ ના એજન્ટ હોવાનું કહ્યું હતું. ક્ષત્રિય સમાજના અભિજિતસિંહ બારડ પણ પ્રેસ માં ઉપસ્થિત રહ્યા. વિસનગરમાં કોંગ્રેસ છોડનાર લોકો એ ભૂલી ગયા છે કે તેઓ પાર્ટી થી ઓળખાતા હતા.પી સી સી ટ્રેનિંગ કો ઓર્ડીનેટર અમૃતસિંહ ઝાલા અને મહામંત્રી મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ   રુપસિંહજી ચૌહાણ પણ રહ્યા હાજર રહીને મેન્ડડ આપવામાં કોંગ્રેસમાં કોઈ ગેરીરીતિ નથી થઈ એવું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, માત્ર ભાજપ ના ઈશારે અમારા પાર્ટી ના નેતાઓને બદનામ કરવા ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે.

Related posts

રાજકોટમાં ૧૪ બાઇકો અને બે કાર સળગાવાતા હાહાકાર

aapnugujarat

ટેક્સ ઉઘરાણી મુદ્દે ધોરાજીના વેપારીઓએ નગરપાલિકા અધિકારીને આવેદનપત્ર સોંપ્યુ

editor

રથયાત્રાની તૈયારીઓ શરુ : ૩ ઐતિહાસિક રથની પૂજા કરાઇ

editor

Leave a Comment

UA-96247877-1