Aapnu Gujarat
Uncategorized

ડભોઈ નગરપાલિકાની બેદરકારી સામે આવી

ડભોઈ નગરપાલિકાના વોર્ડ નં-૬ જે નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખનો વોર્ડ હોવા છતાં નગરપાલિકા દ્વારા અછાજતું વર્તન કરાતું હોવાનું અને પાલિકામાં ફોન કરીએ છીએ તો ફોન પણ અધિકારીઓ દ્વારા ઉપાડાતા નથી તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાયા હતા. હાલ ચાલતા કોરોનાનો કહેર અને મહામારીના સમયમાં પણ ડભોઈ નગરપાલિકા સ્વચ્છતા બાબતે ભાન ભૂલી બેઠી હોય તેવી ચર્ચાએ નગરમાં જોર પકડ્યું છે.
વોર્ડ નં-૬ કડીયાવાડ જામા મસ્જિદ વિસ્તારમાં છેલ્લા છ – આઠ મહિનાથી દરરોજ ગટર ઉભરાવવાનો સિલસિલો ચાલુ હોઈ નગરપાલિકામાં સ્થાનિકો દ્વારા વારંવાર ફરિયાદ કરાતા છતાં કાયમી નિકાલ કરતું નથી જ્યારે સફાઈ કર્મચારી આવી સળિયા મારી જતા રહેતા ત્યાપછી પાછું ગટરનું દુષિત વાળું પાણી રોડ પર વહેવા માંડતા રોડ પરથી પસાર થતા લોકો અને વાહનચાલોકને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
જામા મસ્જિદમાં નમાઝ પઢવા જતા લોકોને ગંદા પાણીમાંથી જવું પડતું હોઈ મુસ્લિમ સમાજની લાગણી દુભાતા રોષની લાગણી જોવા મળી હતી.
વધુમાં આજ માર્ગથી જોડાયેલ કચેરીઓ પણ આવેલ હોવા છતાં નગરપાલિકા દ્વારા આંખ આડા કાન કરાતા હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિકોમાં આ ગંદા દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની લોકો ભીતી સેવી રહ્યાં છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

રાજકોટ ખાતે નર્મદાયાત્રાનું નીતિનભાઇના હસ્તે સમાપન : શહેરના રસ્તા રીપેર કરવા માટે રાજય સરકારની ૨૫ કરોડની સહાયની જાહેરાત

aapnugujarat

સુરેન્દ્રનગર જિલ્લાના વડગામમાં દ્વિતીય સર્વધર્મ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કાર્યક્રમ પૂર્ણ

aapnugujarat

તીર્થધામ તુલસીશ્યામમાં પૂજ્ય મોરારીબાપુ દ્વારા ૮૪૮મી રામકથા

editor

Leave a Comment

UA-96247877-1