Aapnu Gujarat
રાષ્ટ્રીય

યુપીમાં ઓવૈસીની નાની પાર્ટીઓ સાથે જોડાણ કરવા હિલચાલ

બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી સફળતા બાદ એઆઇએમઆઇએમ પાર્ટીના ચીફ અસદુદ્દીન ઓવૈસી હવે યુપીમાં પણ પોતાનો પગ પેસારો કરવા માટે ભરપૂર પ્રયત્નો કરી રહ્યા છે.
યુપી વિધાનસભાની ૨૦૨૨માં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઓવૈસીએ હવે રાજ્યની નાની પાર્ટીઓનુ એક ગઠબંધન બનાવવા પર ફોકસ કર્યુ છે.આ માટે ઓવૈસીએ યુપીની સુહેલદેવ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભર સાથે મુલાકાત પણ કરી છે.સાથે સાથે સમાજવાદી પાર્ટી સાથે છેડો ફાડનારા શિવપાલ યાદવના પણ તેમણે ભરપૂર વખાણ કર્યા છે.ઓવૈસીએ શરુ કરેલી હિલચાલથી એવુ મનાઈ રહ્યુ છે કે, તેમની પાર્ટી યુપીમાં ગઠબંધન બનાવીને લડવા માંગે છે.આ પહેલી તેમની પાર્ટી બિહારમાં પાંચ બેઠકો પર જીત મેળવી ચુકી છે.ઉલ્લેખનીય છે કે, સુહેલદેવ સમાજવાદી પાર્ટીએ યુપીમાં કાર્યરત જનાધિકારી પાર્ટી, જનતા ક્રાંતિ પાર્ટી અને રાષ્ટ્ર ઉદય પાર્ટી સાથે એક જોડાણ કર્યુ છે.શક્ય છે કે, ઓવૈસી સાથે આ પાર્ટીઓ પણ જોડાય.આ જોડાણ યુપીના પછાત સમુદાય સાથે સબંધ રાખતી પાર્ટીઓનુ છે.ઓવૈસીની પાર્ટીએ તો ભૂતકાળમાં માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી સાથે પણ જોડાણ કરવાની તૈયારી દાખવી હતી.

Related posts

अखिलेश, मेनका गांधी और पूनम सिन्हा ने किया नामांकन

aapnugujarat

अर्थव्यवस्था को ठीक करने ठोस नीति की जरूरत : राहुल गांधी

aapnugujarat

रूसी S-400 प्रणाली खरीदने में US प्रतिबंधों से बच सकता है भारत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1