Aapnu Gujarat
બિઝનેસ

જુન મહિનામાં વિદેશી રોકાણકારો દ્વારા મોટાપાયે રોકાણ

વિદેશી રોકાણકારોએ ભારતીય મુડીબજારમાં જંગી નાણાં ઠાલવી દેવાની પ્રક્રિયા જારી રાખી છે. વિદેશી મુડીરોકાણકારો દ્વારા જુન મહિનામાં દેશના મુડીબજારમાં ૨૯૦૦૦ કરોડથી વધુની રકમ ઠાલવી દેવામાં આવી છે. આની સાથે જ છેલ્લા ત્રણ મહિનામાં સૌથી જંગી મુડીપ્રવાહનો આંકડો નોંધાયો છે. સામાન્ય મોનસુનની આગાહી અને જીએસટીને લઇને આશા વચ્ચે જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિદેશી રોકાણકારો દ્વારા સતત પાંચમાં મહિનામાં ઇનફ્લોની સ્થિતી રહી છે. એફપીઆઇ દ્વારા ગયા મહિનામાં ઇક્વિટીમાં ૩૬૧૭ કરોડ રૂપિયા રોકવામાં આવ્યા હતા. જ્યારે તેઓએ ડેબ્ટ માર્કેટમાં ૨૫૬૮૫ કરોડ રૂપિયાની જંગી રકમ ઠાલવી હતી. આની સાથે જ કુલ ઇનફ્લો અથવા તો રોકાણનો આંકડો વધીને ૪.૫૫ અબજ ડોલર અથવા તો ૨૯૩૦૨ કરોડ રૂપિયા થઇ ગયો હતો.  માર્ચ મહિના બાદથી આ સૌથી જંગી નેટ ઇનફ્લો છે. માર્ચમાં વિદેશી રોકાણકારો દ્વારા કેમિપલ માર્કેટમાં ૫૬૨૬૧ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદ હવે શુ સ્થિતી સર્જાઇ જશે તેની નોંધ ટુંક સમયમાં જ લેવામાં આવનાર છે. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા એફપીઆઇના ધારાધોરણ સરળ બનાવી દેવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા સત્તામાં ગાળા દરમિયાન વિકાસ અને આર્થિક પ્રવૃતિ ઝડપી બનતા વિદેશી રોકાણકારો ભારે ખુશ દેખાઇ રહ્યા છે.

Related posts

૧ મે પછી આધાર કાર્ડ વગર સીમકાર્ડ ખરીદી શકાશે

aapnugujarat

Closing for the day: Nifty at 11788.85, Sensex closes at 39394.64

aapnugujarat

રોજગારીની તકો ઉભી કરવા પર બજેટમાં ખાસ ધ્યાન હશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1