Aapnu Gujarat
બિઝનેસ

૧ મે પછી આધાર કાર્ડ વગર સીમકાર્ડ ખરીદી શકાશે

નવું સીમકાર્ડ લેવા માટે આધાર વગર ડીઝીટલ કેવાયસી સીસ્ટમ તૈયાર કરી લેવાઇ છે. પહેલી મેથી તેને દેશભરમાં અમલી બનાવી દેવામાં આવશે. તેના દ્વારા નવું સીમ ખરીદનાર ગ્રાહકનું વેરીફીકેશન કરીને તેનો નંબર એક થી બે કલાકમાં જ ચાલુ કરી દેવામાં આવશે. સુપ્રિમ કોર્ટના દિશા નિર્દેશો પછી મોબાઇલ કંપનીઓએ આ નવી સીસ્ટમ તૈયાર કરી છે. તેને દુરસંચાર વિભાગની ગાઇડલાઇન અનુસાર તૈયાર કરવામાં આવી છે. અત્યારે તો આ સિસ્ટમનું પરિક્ષણ ચાલી રહ્યું છે.
નવા દિશા-નિર્દેશો અનુસાર નવું સીમકાર્ડ આપતા પહેલાએપ દ્વારા ગ્રાહકોનું ડીજીટલ વેરીફીકેશન કરવું પડશે બધી કંપનીઓએ એપનું લાયસંસવાળુ વર્ઝન પોતાના સ્ટોરમાં અથવા રજીસ્ટર્ડ દુકાનદારોને આપવું પડશે. આ એપ યુઝર નેમ અને પાસવર્ડ દ્વારાજ ચાલશે જેથી માહિતી મળી શકશે કે આ એપ દ્વારા કોણે કોણે અને કયારે વેરીફીકેશન કરીને નવો નંબર વેચ્યો છે અને એકટીવેટ કર્યો છે.
મોબાઇલ ગ્રાહકે પોતાનું ઓરીજીનલ એડ્રેસ અને આઇડી પ્રુફ દસ્તાવેજો સાથે વિક્રેતાને આપવું પડશે. વિક્રેતા ત્યારેજ ગ્રાહકનો એક ફોટો પાડશે અને તેને એપમાં રહેલ ડીજીટલ કસ્ટમરફોર્મમાં અપલોડ કરી દેશે. તે ફોટાની સાથે લોકેશન, યુનિક આઇડી નંબર, દિવસ, સમય અને તારીખ જેવી જરૂરી માહિતી પણ અપલોડ કરવી પડશે જેથી જાણ થઇ શકે કે કયારે, કઇ જગ્યાએ અને કોણે ફોટો અપલોડ કર્યો છે. ગ્રાહકના દસ્તાવેજોનો પણ ફોટો પાડવામાં આવશે અને તેને પણ એપ પર અપલોડ કરવામાં આવશે.

Related posts

એટીએમમાંથી કેશ ઉપાડવા માટે હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લાગૂ કર્યો એક નવો નિયમ

aapnugujarat

લોન સસ્તી થશે કે કેમ તે અંગે આજે ફેંસલો કરાશે

aapnugujarat

બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને ત્રણ લાખ કરવાની જરૂર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1