Aapnu Gujarat
રાષ્ટ્રીય

વિજય માલ્યાનો લોન લેતી વખતે જ ચુકવણીનો ઈરાદો નહતોઃ સીબીઆઇ

સીબીઆઇ અનુસાર બંધ થઈ ગયેલ એરલાઈન્સ કિંગફિશરના માલિક વિજય માલ્યા દ્વારા આઇડીબીઆઇ બેંકમાંથી લેવામાં આવેલ લોન ચુકવવાનો કોઈ ઇરાદો ન હતો.
માલ્યા પર બેંકનું ૯૦૦ કરોડ રૂપિયાનું દેવું છે. સીબીઆઇએ વિતેલા સપ્તાહે માલ્યા દ્વારા લોન ન ચૂકવવાના મામલે ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઇએ મુંબઈની કોર્ટમાં દાખલ ચાર્જશીટમાં માલ્યા, કિંગફિશરના અધિકારીઓ અને આઇડીબીઆઇ બેંકના અધિકારીઓને આરોપી બનાવ્યા છે. સીબીઆઇએ ચાર્જશીટમાં પૂરાવા તરીકે છ જાન્યુઆરી ૨૦૧૨ના વિજય માલ્યા દ્વારા યૂનાઈટેડ સ્પીરીટ્‌સ લિમિટેડ (યૂએસએલ)ના ઉચ્ચ અધઇકારી પીએ મૂરલીને મોકલેલ ઇમેલની કોપી રજૂ કરી છે.
સીબીઆઇ અનુસાર માલ્યા દ્વારા મોકલવામાં આવેલ ઇમેલમાં કહેવામાં આવ્યું છે, ’આઈડીબીઆઈના અનેક મેલ આવ્યા છે, કેએફએ એકાઉન્ટ એનપીએ બની જગા અંગે. તે ગમે ત્યારે કંઇપણ કરી શકે છે. કાલે જ તેમણે મારા યૂએસએલ એકાઉન્ટમાંથી ૧૦ કરોડ રૂપિયા કાપી લીધા.’ સીબીઆઇ દ્વારા ચાલુ વર્ષે જાન્યુઆરીમાં દાખલ કરવામાં આવેલ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે, આઇડીબીઆઇના અધિકારીઓએ માલ્યા દ્વારા લોન ચૂકવ્યા બાદ કિંગફિસર એરલાઈન્સ બ્રાડને સિક્યોરિટી તરીકે રાખવાને લઈને કોઈ કાયદાકીય સલાહ લીધી ન હતી. સીબીઆઇ અનુસાર આ વિજય માલ્યાનો વિચાર હતો કે કિંગફિસરની બ્રાન્ડ વેલ્યૂને લોન તરીકે લેવામાં આવે. સીબીઆઇ અનુસાર માલ્યાએ ૧૦ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ યૂબી ગ્રુપના સીએફઓ રવિ નેદુગડીને લખેલ મેલમાં આ વિચાર આપ્યો હતો.

Related posts

अनुच्छेद ३७० को हटाने से लोग खुश : जावड़ेकर

aapnugujarat

ABVP takes Article 370, 35A and triple talaq in campuses; getting good response

aapnugujarat

पाक की जीत का जश्न मनाने वालों को जेल में डालेः साक्षी महाराज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1