Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલ જિલ્લામાં૧૪ ઓક્ટોબરના રોજ ઓનલાઈન ઔધોગિક ભરતી મેળો યોજાશે

પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગોધરા દ્વારા તા.૧૪/૧૦/૨૦૨૦ના રોજ ગુગલ મીટના માધ્યમથી જિલ્લા કક્ષાનો ઓનલાઇન ઔદ્યોગિક ભરતીમેળો, એપ્રન્ટિસશીપમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે જેમાં ઉમેદવારોને સ્વરોજગાર યોજના અંગેનું માર્ગદર્શન મળશે તેમજ ખાનગી ક્ષેત્રમાં રોજગારી તેમજ એપ્રેન્ટીસશીપ માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. ધો.૧૦પાસ, ૧૨પાસ આઈ.ટી.આઈ, ડિપ્લોમા(ઇલેક્ટ્રીક, મિકેનિકલ, ઓટોમોબાઇલ, મેકાટ્રોનિકસ)અનુભવી, બિન અનુભવી તેમજ ગ્રેજ્યુએટ, લાયકાત ધરાવતા ઉમેદવારોને તક પૂરી પાડવામાં આવશે.આ ભરતી મેળામાં પંચમહાલ જીલ્લાના ગોધરા અને હાલોલ વિસ્તારના તેમજ અમદાવાદ જિલ્લાના નોકરીદાતા દ્વારા જુનિયર એન્જિનિયર, એફ.ટી.સી, લાઇન ઓપરેટર, સેલ્સ એક્ઝિક્યુટિવ, ટેલિકોલર, એસોસિએટ ટ્રેઈની, ડિજિટલ માર્કેટિંગ, મેકાટ્રોનિક્સ ટેક્નિશિયન, એરિયા માર્કેટિંગ મેનેજર જેવી જગ્યાઓ માટે ઉપરોકત જણાવેલ અભ્યાસ ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષના મહિલા તથા પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉપરોક્ત ભરતીમેળામાં ભાગ લેવા ગૂગલમીટ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત છે. ઓનલાઇન ભરતી મેળામાં જોડાવવા માટેની લિંક: https://meet.google.com/hcm-dtgj-swa રહેશે.
(અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

दुकानदार और ग्राहक के बीच लड़ाई

aapnugujarat

વાવાઝોડાની નુકશાની મળતા ખેડૂતમા અન્યાયની લાગણી

editor

આજે આઇ.ટી.આઇ. ગોરવા ખાતે ભરતી મેળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1