Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલ પોલીસે ટ્રકમાં કતલખાને લઈ જવાતા ૧૩ ગૌવંશોને બચાવ્યા

પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા પાસે આવેલા લીલેસરા બાયપાસ ચોકડી પાસેથી એલ.સી.બી પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો જેમાં ટ્રકનો ચાલકે ગોન્દ્રા તરફ ભગાવી દઈ ફાતમા મસ્જીદ પાસે છોડીને ભાગી ગયા હતા. ટ્રકના ડાલામાં તપાસ કરતા ૧૩ જેટલા મુંગા પશુઓ બાંધેલી હાલતમા મળી આવ્યાં હતાં. પોલીસે તેમને સલામત રીતે પાંજરાપોળ ખાતે ખસેડ્યા હતાં. ફરાર ઇસમો સામે બી ડીવીઝીન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ એલસીબી પોલીસના પી.આઇ ડી.એન.ચુડાસમાને બાતમી મળી હતી કે લુણાવાડાથી ગોધરા તરફ એક ટ્રક ગાયો અને બળદો ભરીને આવા નીકળેલી છે જે પરવડી ચોકડીથી લીલેસરા તરફ આવા નીકળેલ છે તેવી બાતમીના આધારે એલસીબી સ્ટાફ તેમજ બી ડીવીઝન પોલીસ મથકના પો.સ.ઈ એસ.એલ.કામોળ અને તેમના સ્ટાફ સાથે લીલેસરા ચોકડી પાસે નાકાબંધી કરી હતી જે બાતમીના મુજબની ટ્રક આવતા તેને રોકવાનું જણાવતા ટ્રકચાલકે ગફલતભરી રીતે હંકારી લીલેસરા બાયપાસ ચોકડીથી ગોન્દ્રા તરફ જવાના રોડ તરફ વાળી દેતા પોલીસ સ્ટાફે પીછો કર્યો હતો. ટ્રકચાલક અને અન્ય ઇસમ ટ્રક ફાતમા મસ્જીદ પાસે છોડીને ભાગી ગયાં હતાં જેમાં પોલીસ ટીમે ટ્રકના ડાલા ઉપર બાંધેલી તાડપત્રી ખોલતા ચોંકી ઉઠી હતી જેમા મુંગા પશુઓ બાંધેલી હાલતમાં મળી આવ્યાં હતાં. પશુઓની ગણતરી કરવામાં આવતા ૮ બળદ, ૫ ગાયો એમ કુલ મળીને ૧૩ પશુ કબજે કરવામાં આવ્યાં હતાં. પોલીસે ગૌવંશ તેમજ ટ્રક તાડપત્રી સહિતની ચીજ વસ્તુઓ કબજે કરી કુલ ૭,૦૦,૭૦૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભાગી જનારના નામ શબ્બીર યાકુબ હયાત તેમજ મહેફુસ ઉર્ફ મૂન્નો હુસૈન બદામ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

नारोल में स्ट्रीट लाइट के करंट से परिवार के एक पुत्र की मौत

aapnugujarat

ચૈતર વસાવા ભરૂચ બેઠકથી લડશે લોકસભાની ચૂંટણી : ARVIND KEJRIWAL

aapnugujarat

મોરબીમાં બહેનનાં ઘેર ગયેલાં ભાઈની હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1