Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકા સાથે ભારતના ઉષ્માભર્યા સંબંધોનાં વિનાશકારી પરિણામો આવશે : ચીન

અમેરિકા સાથે ભારતનાં ઉષ્માભર્યા સંબંધોનાં વિનાશકારી પરિણામો આવશે તેવી ધમકી ચીન દ્વારા ભારતને આપવામાં આવી છે.
ભારત અને અમેરિકાની દોસ્તી ચીન પચાવી શક્યો નથી. મોદી અને ટ્રમ્પની નવી મૈત્રીથી ચીન ચિંતામાં પડી ગયો છે. ચીનનાં મીડિયાએ કહ્યું હતું કે અમેરિકાની સાથે મળીને ચીનનો મુકાબલો કરવાનાં ભારતનાં પ્રયાસો તેને ભારે પડી શકે છે. અમેરિકા સાથેનાં સૌહાર્દપૂર્ણ સંબંધો ભારતનાં હિતમાં નથી. ચીનનાં સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં છપાયેલા લેખમાં એવું લખવામાં આવ્યું હતું કે ચીનનો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે અમેરિકા અને ભારત તેનાંથી ચિંતિત છે. ચીનનો પ્રભાવ રોકવા અમેરિકાએ ભારત સાથે દોસ્તી વધારી છે. ચીન સામે મોરચો માંડવાનું ભારતનાં હિતમાં નથી. તેનાં પરિણામો વિનાશકારી હોઈ શકે છે. ચીનનો મુકાબલો કરવા ભારત તેની બિનજોડાણવાદી નીતિનો ત્યાગ કરીને અમેરિકાનું મહોરું બની રહ્યું છે. આથી દક્ષિણ એશિયામાં વિચિત્ર સ્થિતિ સર્જાઈ શકે છે.ભારતના વિરોધને કારણે ૫૦ અબજ ડોલરના ખર્ચે બાંધવામાં આવનારા ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર(સીપીઈસી)નાં બાંધકામ પર ટૂંકા ગાળામાં અસર પડશે. જો બેઇજિંગ અને ઇસ્લામાબાદ તેમના સહયોગ અંગે નિશ્ચિત હોય તો તેઓ નવી દિલ્હીની શંકા દૂર કરી શકે છે, એવું ચાઈનાનાં એક અખબારમાં જણાવાયું છે. સીપીઈસી પાકિસ્તાનના કબજા હેઠળનાં કાશ્મીર(પીઓકે)માંથી પસાર થતો હોવાથી ભારત તેનો વિરોધ કરી રહ્યો છે. કેટલાંક લોકોનું માનવું છે કે ભારતનો વિરોધ સીપીઈસીના વિકાસમાં અવરોધક પુરવાર થઈ શકે છે. વાસ્તવમાં કોરિડોર પાકિસ્તાન હેઠળનાં કાશ્મીરમાંથી પસાર થતો હોવાથી ભારત તેનો વિરોધ કરે છે. ચાઈના અને પાકિસ્તાન ભારત સાથે વાટાઘાટ કરી તેનો વિરોધ દૂર કરવા પ્રયત્ન કરી શકે છે.

Related posts

બેકાબૂ થયેલા ચીનના રોકેટનો કાટમાળ ન્યૂયોર્કમાં ખાબકે તેવી દહેશત

editor

ચીન સરકારનું ગેરકાયદે ચર્ચો વિરૂદ્ધ અભિયાન, ૩ કરોડ ખ્રિસ્તીઓ પર અસર

aapnugujarat

UNSC में भारत ने पाक को घेरा, कहा : दाऊद जैसे आतंकियों को पालता है पड़ोसी मुल्क

editor

Leave a Comment

UA-96247877-1