Aapnu Gujarat
રમતગમત

ભારત સામેની બાકીની ત્રણ મેચ માટે વિન્ડિઝ ટીમ જાહેર : કાયલી હોપ અને સુનિલ અમ્બ્રીસનો સમાવેશ

ભારત સામે રમાનારી બાકીની ત્રણ વનડે મેચો માટે જેસન હોલ્ડરના નેતૃત્વના વિન્ડિઝની ટીમનીજાહેરાત કરવામાં આવી હતી. ટીમમાં કાયલી હોપ અને સુનિલ અમ્બ્રીસનો સમાવેશ કરવામાં આવ્યો છે. અંતિમ ત્રણ મેચ માટે ટીમની પસંદગી કરવામાં આવી છે. જોનાથન કાર્ટર અને કે વિલિયમ્સને પડતા મુકી દેવામાં આવ્યા છે. ૨૮ વર્ષીય હોપ ટોપ ઓર્ડરનો બેટ્‌સમેન છે અને ટીમમાં વિકેટકીપર બેટ્‌સમેન સાઈ હોપનો ભાઈ છે. હવે કાયલી હોપ અને સાઇ હોપ બે બંધુઓ એક સાથે ટીમમાં રમનાર છે. જ્યારે ૨૪ વર્ષીય અમ્બ્રિસ વિકેટકીપર બેટ્‌સમેન છે જે વિન્ડવાડ આઈલેન્ડ તરફથી રમે છે. બંને ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનો કોઇ અનુભવ ધરાવતા નથી. ગયા વર્ષે શ્રીલંકા સામેની ટુર મેચમાં વિન્ડિઝ એ તરફથી હોપે ઓપનિંગમાં બેટિંગ કરી હતી અને સદી ફટકારી હતી. ત્રણ મેચની શ્રેણીમાં એક સદી અને ૮૧ રનની ઇનિંગ્સ રમી હતી. આ ઉપરાંત તે ડબલ્યુઆઈસીડી પ્રોફેશનલ ક્રિકેટ લીગમાં સારો દેખાવ કર્યો હતો જેમાં તે બીજા સ્થાને રહ્યો હતો. લિવાડ આઈલેન્ડ સામે બેવડી સદી સહિત એમ્બ્રિસે ૬૦૮ રન હાલમાં બનાવ્યા છે. સુનિલ અમ્બ્રિસ અને કાયલી હોબ બંને ઉભરતા સ્ટાર ખેલાડી તરીકે છે. ક્રિકેટ વેસ્ટઇન્ડિઝમાં મુખ્ય પસંદગીકાર કોર્ટની બ્રાઉને કહ્યું છે કે, આ બંને ખેલાડીઓને સ્થાનિક ક્રિકેટમાં શાનદાર દેખાવના આધાર પર પસંદ કરાયા છે. કાયલી હોપ અમારી છેલ્લી એ ટીમ તરફથી શ્રીલંકાનો પ્રવાસ કરી ચુક્યો છે તેનો દેખાવ શાનદાર રહ્યો હતો. આવી જ રીતે સુનિલે ક્ષેત્રિય સુપર ૫૦ ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ કર્યો હતો. આ ઉપરાંત વિન્ડવોડ આઈલેન્ડ માટે આ વર્ષની પીસીએલ સ્પર્ધામાં તેનો દેખાવ શાનદાર રહ્યો હતો. મજબૂત ભારતીય ટીમ સામે આ બંને ખેલાડીઓની પસંદગી કરવામં આવી છે. એન્ટીગુઆમાં ભારત અને વિન્ડિઝ વચ્ચે શુક્રવારના દિવસે ત્રીજી વનડે મેચ રમાશે. ત્યારબાદ ચોથી મેચ રમાશે. પાંચ અને અંતિમ મેચ કિંગ્સ્ટન ખાતે રમાશે ત્યારબાદ એકમાત્ર ટ્‌વેન્ટી મેચ રમાશે. ભારત ૧-૦ની લીડ ધરાવે છે. પ્રથમ મેચ ધોવાઈ ગયા બાદ પોર્ટ ઓફ સ્પેન ખાતે બીજી મેેચ ભારતે ૧૦૫ રને જીતી લીધી હતી.

Related posts

વર્લ્ડકપમાં હાર્દિંક પંડ્યા સામે બૉલિંગ કરવી સૌથી મોટો પડકાર : મલિંગા

aapnugujarat

રોહિત શર્મા ટી૨૦માં સૌથી વધુ રન બનાવનાર ભારતીય

aapnugujarat

ધોની હવે ફિલ્મ પ્રોડ્યુસ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1