Aapnu Gujarat
રમતગમત

જર્મની મેક્સિકો વચ્ચે ફાઇટ ટુ ફિનિંશ માટેનો તખ્તો તૈયાર

પ્રતિષ્ઠિત કન્ફડરેશન કપની સેમીફાઇનલમાં આવતીકાલે ચેમ્પિયન જર્મનીની ટીમ મેક્સિકો સામે ટકરાશે. આ ફાઇટ ટુ ફિનિશ જંગને નિહાળવા માટે કરોડો ચાહકો ઉત્સુક છે. આ મેચનુ આવતીકાલે રાત્રે ૧૧-૩૦ વાગ્યાથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. બન્ને ટીમો શક્તિશાળી હોવાથી ચાહકો ભારે ઉત્સુક છે. પ્રતિષ્ઠિત કન્ફડરેશન કપમાં ગ્રુપ બીની તેની છેલ્લી મેચમાં ચેમ્પિયન જર્મનીએ કેમરૂન પર ૩-૧થી જીત મેળવીને સેમીફાઇનલમાં કુચ કરી લીધી હતી. સેમીફાઇનલમાં જર્મની હવે ગુરૂવારના દિવસે મેક્સિકો સામે ટકરાશે. જર્મની પોતાના ગ્રુપમાં ટોપ પર રહેલી ટીમ છે. જ્યારે ચીલી બીજા સ્થાને રહી હતી. ચીલીની ટીમ પણ હવે સેમીફાઇનલમાં પ્રવેશી ગઇ છે. જે પોર્ટુગલની સામે મેદાનમાં ઉતરશે. સોચી ખાતે રમાયેલી મેચમાં જર્મનીએ શાનદાર રમત રમી હતી. શક્તિશાળી પોર્ટુગલે તેની છેલ્લી મેચમાં ન્યુઝીલેન્ડ પર ૪-૦થી જીત મેળવી હતી. જ્યારે અન્ય એક મેચમાં મેક્સિકોએ રશિયા પર ૨-૧થી જીત મેળવી હતી. પોર્ટુગલની ટીમ પણ ફેવરીટ દેખાઇ રહી છે. તેની ચીલી સામે હવે આકરી કસોટી થનાર છે. ચીલી એક શક્તિશાળી ટીમ છે. સાન્ચેજ અને રોનાલ્ડો આ મેચમાં આમને સામને આવશે. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં રોનાલ્ડોએ તેની કેરિયરનો ૭૫મો ગોલ ફટકાર્યો હતો. રશિયામાં આ વખતે આયોજન કરવામાં આવ્યુ છે જેથી રશિયાના ફુટબોલ ચાહકો રોમાંચમાં ડુબેલા છે. કન્ફડરેશન કપની મેચો ચાર જુદા જુદા મેદાનો ઉપર રમાઇ રહી છે. જે ચાર શહેરોમાં મેચો રમાઇ રહી છે તેમાં સેન્ટ પિટર્સબર્ગ, મોસ્કો, કઝાન અને સોચીનો સમાવેશ થાય છે. ચેમ્પિયન બ્રાઝિલ આશ્ચર્યજનકરીતે આ વખતે ક્વાલીફાઇડ થયુ નથી. ૨૦૦૫, ૨૦૦૯ અને ૨૦૧૩માં કન્ફડરેશન કપ જીતનાર બ્રાઝિલ આ વખતે મેદાનમાં ઉતર્યુ નથી. ૧૯૯૫ બાદ પ્રથમ વખત બ્રાઝિલની ટીમ ક્વાલીફાઈડ કરી શકી નથી. ગ્રુપ એમાં રશિયા, ન્યુઝીલેન્ડ, પોર્ટુગલ અને મેેક્સિકોની ટીમ છે જ્યારે ગ્રુપ બીમાં કેમરુન, ચીલી, ઓસ્ટ્રેલિયા અને જર્મની જેવી ટીમો છે. રશિયામાં પ્રથમ વખત આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. યુરોપિયન પેટાખંડમાં ત્રીજી વખત કન્ફડરેશન કપનું આયોજન થયું છે. યજમાન દેશ હોવાથી રશિયા આ ટુર્નામેન્ટ માટે ઓટોમેટિકરીતે ક્વાલીફાઇડ થયું હતુ. જો કેતે હવે બે મેચોમાં હાર બાદ ફેંકાઇ ગયુ છે. ગ્રુપ તબક્કામાં દરેક ટીમ ચારના ગ્રુપમાં ત્રણ મેચ રમ્યા બાદ વિજેતા અને રનર્સઅપ નોકઆઉટમાં એકબીજાનો સામનો કરશે. નોકઆઉટ સ્પર્ધામાં ચાર ટીમો સિંગલ ઇલિમિનેશન મેચમાં ભાગ લેશે. ત્રીજા સ્થાન માટેની મેચ સેમિફાઇનલમાં હારના બે ટીમો વચ્ચે રમાશે. ફુટબોલ ચાહકોમાં ભારે રોમાંચ છે. રશિયાના ફુટબોલ ચાહકો તેમની ટીમ બહાર થઇ હોવા છતાં મેચની માજા માણવા માટે તૈયાર છે. જર્મનીની ટીમની રમતથી ફુટબોલ ચાહકો સૌથી વધારે પ્રભાવિત થયા છે.

Related posts

कपिल देव ने CAC के प्रमुख पद से दिया इस्तीफा

aapnugujarat

तमिलनाडु के कप्तान बने विजय शंकर

aapnugujarat

DMK donated 25 cr to its ally left parties in 2019 LS Polls

aapnugujarat

Leave a Comment

UA-96247877-1