Aapnu Gujarat
રમતગમત

કન્ફડરેશન કપ : જર્મની અને ચીલી વચ્ચેની રોચક મેચ ડ્રો

ફિફા કન્ફડરેશન કપની ચીલી અને જર્મની વચ્ચેની રોમાંચક મેચ આખરે ડ્રો રહી હતી.રશિયાના કઝાનમાં હાઉસફુલના શો વચ્ચે વિશ્વ ચેમ્પિયન જર્મની અને ચીલી વચ્ચેની આ મેચ રમાઇ હતી. ચીલી તરફથી છઠ્ઠી મિનિટમાં જ સાન્ચેેઝે ગોલ કરીને પોતાની છાવણીમાં ખુશીનુ મોજુ ફેલાઇ દીધુહતુ. બીજી બાજુ જર્મનીના ચાહકોમાં હતાશા ફેલાઇ ગઇ હતી. સાન્ચેજે શાનદાર ગોલ કર્યો હતો. જો કે ચીલીની આ ખુશી વધારે સમય સુધી રહી ન હતી. કારણ કે જર્મની તરફથી પણ થોડાક સમયમાં ગોલ કરી દેવામાં આવ્યોહતો. પ્રથમ હાફમાં બન્ને ટીમો ૧-૧ ગોલથી બરોબર રહી હતી. બીજા હાફમાં બન્ને ટીમોએ શાનદાર રમત જારી રાખી હતી પરંતુ ગોલ કરવામાં સફળતા મળી ન હતી. ચીલીએ પોતાની પ્રથમ મેચમાં કેમરૂન પર ૨-૦થી જીત મેળવી હતી. જ્યારે જર્મનીએ પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા પર જીત મેળવી હતી. રશિયામાં આ વખતે આયોજન કરવામાં આવ્યુ છે જેથી રશિયાના ફુટબોલ ચાહકો રોમાંચમાં ડુબી ગયા છે. કન્ફડરેશન કપની મેચો ચાર જુદા જુદા મેદાનો ઉપર રમાઇ રહી છે. જે ચાર શહેરોમાં મેચો રમાઇ રહી છે તેમાં સેન્ટ પિટર્સબર્ગ, મોસ્કો, કઝાન અને સોચીનો સમાવેશ થાય છે. રશિયામાં આ વખતે આયોજન કરવામાં આવ્યુ છે જેથી રશિયાના ફુટબોલ ચાહકો રોમાંચમાં ડુબી ગયા છે. ચેમ્પિયન બ્રાઝિલ આશ્ચર્યજનકરીતે આ વખતે ક્વાલીફાઇડ થયુ નથી. ૨૦૦૫, ૨૦૦૯ અને ૨૦૧૩માં કન્ફડરેશન કપ જીતનાર બ્રાઝિલ આ વખતે મેદાનમાં ઉતર્યુ નથી. ૧૯૯૫ બાદ પ્રથમ વખત બ્રાઝિલની ટીમ ક્વાલીફાઈડ કરી શકી નથી. ૨૦૧૫ કોપા અમેરિકાની ક્વાર્ટર ફાઇનલમાં બ્રાઝિલની પરાગ્વે સામે પેનલ્ટીમાં હાર થઇ હતી. ગ્રુપ એમાં રશિયા, ન્યુઝીલેન્ડ, પોર્ટુગલ અને મેેક્સિકોની ટીમ છે જ્યારે ગ્રુપ બીમાં કેમરુન, ચીલી, ઓસ્ટ્રેલિયા અને જર્મની જેવી ટીમો છે. રશિયામાં પ્રથમ વખત આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. યુરોપિયન પેટાખંડમાં ત્રીજી વખત કન્ફડરેશન કપનું આયોજન થયું છે. યજમાન દેશ હોવાથી રશિયા આ ટુર્નામેન્ટ માટે ઓટોમેટિકરીતે ક્વાલીફાઇડ થયું છે. ગ્રુપ તબક્કામાં દરેક ટીમ ચારના ગ્રુપમાં ત્રણ મેચ રમશે અને વિજેતા અને રનર્સઅપ નોકઆઉટમાં એકબીજાનો સામનો કરશે. નોકઆઉટ સ્પર્ધામાં ચાર ટીમો સિંગલ ઇલિમિનેશન મેચમાં ભાગ લેશે. ત્યારબાદ સેમિફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે. ત્રીજા સ્થાન માટેની મેચ સેમિફાઇનલમાં હારના બે ટીમો વચ્ચે રમાશે. કન્ફડરેશન કપ શરૂ થયા બાદ બીજી જુલાઈ સુધી ચાલશે. મોસ્કોના સ્પાર્ટક સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં પોર્ટુગલે યજમાન રશિયા પર ૧-૦થી જીત મેળવી હતી. રિયલ મેડ્રીડ અને પોર્ટુગલના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ હેડર મારફતે શાનદાર ગોલ કર્યો હતો. રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફુટબોલમાં ૭૪મો ગોલ ફટકારીને મેદાન પર ઉપસ્થિત પોર્ટુગલના ચાહકોને રોમાંચિત કરી દીધા હતા. અન્ય એક મેચમાં મેક્સિકોએ ન્યુઝીલેન્ડ પર ૨-૧થી જીત મેળવી હતી. રશિયાએ પોતાની પ્રથમ મેચ જીતી લીધી હતી. ગ્રુપ એની મેચમાં પોર્ટુગલ અને મેક્સિકો વચ્ચેની મેચ ૨-૨ ગોલથી ડ્રો થઇ હતી. જ્યારે શક્તિશાળી ચીલીએ કેમરૂન પર ગ્રુપ બીની એક મેચમાં ૨-૦થી જીત મેળવી હતી. આની સાથે જ ચીલીએ શાનદાર શરૂઆત કરી હતી. પોર્ટુગલની ટીમ પ્રથમ મેચ જીતી શકી ન હતી.

Related posts

K.L.RAHULની ટીમ ઈન્ડિયામાં વાપસી મુશ્કેલ

aapnugujarat

भारत के खिलाफ सीरीज में खोया सम्मान पाने की कोशिश करेंगे: पूरन

aapnugujarat

न्यूजीलैंड दौरे से काफी कुछ सीखा : बुमराह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1