Aapnu Gujarat
ગુજરાત

લોકડાઉનમાં શહેરની રિઝર્વ બેન્ક સહિત 14 બેન્કોમાં રૂ.3.80 લાખની નકલી નોટો જમા થઇ

લોકડાઉનના બે મહિના અને અનલોક 1માં શહેરની અલગ અલગ 14 બેન્કોમાં 2000ના દરથી લઈ 10ના દરની નકલી નોટો જમા થઈ છે. લોકડાઉન દરમ્યાન બેન્કોમાં કુલ રૂ. 3.80 લાખની નકલી નોટો જમા થઇ છે. એપ્રિલ મહિનાથી જૂન મહિના સુધીમાં કાલુપુર કો.ઓપરેટિંવ, યશ બેન્ક, IDBI, ICICI, AXIS, HDFC, કોટક મહેન્દ્રા,કોર્પોરેશન,SBI, સ્ટાન્ડર્ડ ચાર્ટડ, HSBC, DCB અને રિઝર્વ બેન્કમાં 2000ની 112, 500ની 132, 200ની 123, 100ની 584, 50ની 138, 20ની 3, 10ની 4 નોટો અને રદ થયેલી રૂ. 500ની 1 નોટ મળી કુલ 1097 નોટો કિંમત રૂ. 3.80 લાખની બેંકોમાં જમા થઈ છે. સૌથી વધુ ICICI બેન્કમાંથી અલગ અલગ દરની નકલી નોટો જમા કરાવાઈ છે. સૌથી વધુ નકલી નોટો ICICI, AXIS અને HDFC બેન્કમાંથી મળી આવી છે. એસઓજી ક્રાઇમ બ્રાંચે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related posts

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને ૧૧ કરોડ કોરોનાના દર્દીઓ માટે વાપર્યા

editor

ઢોર નિયંત્રણ કાયદો હાલ પુરતો મોકુફ

aapnugujarat

પાવાગઢના વડા તળાવ ખાતે યોજાતો પંચમહોત્સવ નહીં યોજાય

editor

Leave a Comment

UA-96247877-1