Aapnu Gujarat
રમતગમત

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીનો આજે 48મો જન્મદિવસ

આજે પૂર્વ ભારતીય ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલીનો આજે 48મો જન્મદિવસ છે. ‘પ્રિન્સ ઓફ કોલકત્તા અને રોયલ બંગાલ ટાઇગર’ ના નામથી જાણીતા ગાંગુલીએ પોતાના કરિયરમાં અનેક સિદ્ધિઓ મેળવી હતી. ગાંગુલીની કેપ્ટનશિપ અને બેટિંગ સ્ટાઇલને આજે પણ યાદ કરવામાં આવે છે.

પૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલીએ 1996માં લોર્ડસના ઐતિહાસિક મેદાન પર શાનદાર સદીથી પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી. 113 ટેસ્ટ મેચોમાં ગાંગુલીએ 7212 અને 311 વનડે રમ્યા બાદ તેમણે 11,363 રન બનાવ્યા હતા. ભારત તરફથી વર્લ્ડકપમાં સૌથી મોટો સ્કોર 183 તેમના નામે છે.

ગાંગુલીએ વનડેમાં કુલ 22 સદી ફટકારી છે, જેમાં 18 સદી તેણે ભારતની બહાર ફટકારી છે. ગાંગુલી વિશેની આ એક વાત ખુબ જ ઓછા લોકો જાણતા હશે કે, તે જમણેરી બેટ્સમેન હતા, પરંતુ તેઓ ડાબા હાથના બેટ્સમેન તે માટે બન્યા જેથી પોતાના ભાઈના ક્રિકેટનો સમાન ઉપયોગ કરી શકે.

વર્ષ 2000માં મેચ ફિક્સિંગ પ્રકરણ બાદ જ્યારે ભારતીય ક્રિકેટ સંકટમાં હતું ત્યારે ગાંગુલીએ ટીમની કમાન સંભાળી અને ટીમને પણ સંભાળી હતી. તેઓ કેપ્ટન બન્યા તો ટીમ ટેસ્ટ રેન્કિંગમાં 8માં સ્થાને હતી. જ્યારે તેઓ કેપ્ટનશિપમાંથી નિવૃત થયા તો ભારત બીજા સ્થાને હતું.

ગાંગુલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી બાદ વર્ષ 2007માં પાકિસ્તાન વિરુદ્ધ 239 રન બનાવ્યા હતા. બેંગલુરૂમાં રમેલી આ ઈનિંગ તેમના આંતરરાષ્ટ્રીય કરિયરની એકમાત્ર બેવડી સદી છે. 2008માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નાગપુરમાં તેમણે પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી હતી.

Related posts

भारतीय टीम मे कुलदीप, चहेल इन : अश्विन और जाडेजा आउट

aapnugujarat

कोर्ट ने क्रिकेटर शमी के खिलाफ जारी किया अरेस्ट वॉरंट

aapnugujarat

BCCI ने हेमांग अमीन को नियुक्त किया बोर्ड का अंतरिम CEO

editor

Leave a Comment

UA-96247877-1