Aapnu Gujarat
ગુજરાત

ગીર-સોમનાથ જિલ્લાનાં એન.એફ.એસ.એ. અંત્યોદય, નોન એન.એફ.એસ.એ. બી.પી.એલ. કાર્ડધારકોને તા.૧૭ મે થી વિના મુલ્યે અનાજનું વિતરણ થશે

૧૪૧૧૯૪ કાર્ડ ધારકોને લાભ મળશે
ગીર-સોમનાથ તા. -૧૫, ગીર-સોમનાથ જિલ્લામાં લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબ અને જરૂરીયાતમંદ વ્યક્તિઓને તકલીફ ન પડે તે હેતુસર રાજ્ય સરકારે વિના મુલ્યે અનાજ વિતરણ કરવાનો નિર્ણય કરેલ છે. જે અન્વયે ગીર-સોમનાથ જિલ્લાનાં કુલ ૧૩૯૭૦૩ એન.એફ.એસ.એ. અંતર્ગત અંત્યોદય કુટુંબો અગ્રતા ધરાવતા કુટુંબો અને ૧૪૯૧ નોન એન.એફ.એસ.એ. કાર્ડધારકો મળી કુલ ૧૪૧૧૯૪ રેશન કાર્ડ ધારકોને વાજબી ભાવની દુકાનેથી AAY કુટુંબોને કાર્ડ દીઠ ૨૫ કિલો ઘઉં, ૧૦ કિલો ચોખ્ખા, ૩ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ ખાંડ ૧ કિલો ૩ થી વધુ વ્યક્તિ માટે વ્યક્તિ દીઠ ૩૫૦ ગ્રામ ખાંડ, કાર્ડ દીઠ ૬ વ્યક્તિ સુધી ૧ કિલો મીઠુ ૬ થી વધુ વ્યક્તિ માટે ૨ કિલો મીઠુ વિતરણ કરાશે.
અગ્રતા ધરાવતા PHH કુટુંબો માટે વ્યક્તિદીઠ ૩.૫ કિલો ઘઉં, ૧.૫ કિલો ચોખ્ખા, કાર્ડદીઠ ૧ કિલો ખાંડ અને ૧ કિલો મીઠુ વિતરણ કરાશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અંત્યોદય કુટુંબો અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ ૩.૫ કિલો ઘઉં, ૧.૫ કિલો ચોખ્ખા, ૧ કિલો તુવેરદાળ / ચણા વિતરણ કરાશે.
એન.એફ.એસ.એ. અને નોન એન.એફ.એસ.એ. બી.પી.એલ. ધારકોના રાશનકાર્ડનો છેલ્લો અંક-૧ તા.૧૭/૦૫/૨૦૨૦, છેલ્લો અંક-૨ તા.૧૮/૦૫/૨૦૨૦, છેલ્લો અંક-૩ તા.૧૯/૦૫/૨૦૨૦, છેલ્લો અંક-૪ તા.૨૦/૦૫/૨૦૨૦, છેલ્લો અંક-૫ તા.૨૧/૦૫/૨૦૨૦, છેલ્લો અંક-૬ તા.૨૨/૦૫/૨૦૨૦, છેલ્લો અંક-૭ તા.૨૩/૦૫/૨૦૨૦, છેલ્લો અંક-૮ તા.૨૪/૦૫/૨૦૨૦, છેલ્લો અંક-૯ તા.૨૫/૦૫/૨૦૨૦ અને છેલ્લો અંક-૦ તા.૨૬/૦૫/૨૦૨૦ અનાજનો જથ્થો મેળવવાનો રહેશે. જથ્થો મેળવવા એન.એફ.એસ.એ. અને નોન એન.એફ.એસ.એ. બી.પી.એલ. રેશનકાર્ડ ધારકોએ કાર્ડદીઠ એક જ વ્યક્તિએ આવવું તેમજ રાશનકાર્ડ, આધારકાર્ડ ઓરીજનલ સાથે લાવવાના રહેશે. માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સહી કરવા માટે દરેક લાભાર્થીઓએ બોલપેન સાથે રાખવાની રહેશે. તેમ જિલ્લા પૂરવઠા અધિકારીશ્રી, સુશીલ પરમાર ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.

મહેન્દ્ર ટાંકબ્યુરો ચીફ ગીર સોમનાથ

Related posts

ગાર્ડ હોવાનું કહીને ગઠિયાએ ૪૦ હજાર રૂપિયા તફડાવ્યા

aapnugujarat

પાટીદાર નેતા હાર્દિક પટેલની જીત

aapnugujarat

રામપુરા ગામે ટ્રેકટરના ઝગડામાં હુમલો કરાયો

editor

Leave a Comment

UA-96247877-1