Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા : પોશીના તાલુકા ની દેલવાડા (છો ) ક્લસ્ટર કક્ષા ની મુખવાંચન અને વાંચન સ્પર્ધા યોજવામાં આવી….

સાબરકાંઠા ના પોશીના તાલુકા ના દેલવાડા (છો) સી.આર.સી ની ક્લસ્ટર ની શાળાઓ ના વિજેતા થયેલા બાળકોની મૂખવાંચન અને વાંચન અર્થગ્રહણ સ્પર્ધા નું આયોજન તા ૨૮/૦૨/૨૦૨૦ ના રોજ શ્રી દેલવાડા (છો) જૂથ શાળા ના ખાતે કરવામાં આવ્યુ હતુ .જેમાં સી.આર.સી ની શાળાઓ માથી ધો ૩થી ૫ અને ધો.૬ થી ૮ ના વિજેતા થયેલ બાળકો એ ભાગ લીધેલો હતો જેમાં ધોરણ ૩ થી ૫ માં વાગડીયા યશકુમાર પ્રકાશભાઈ તથા ધોરણ ૬થી૮માં ખોખરીયા નયનાબેન ગોપિભાઈ (કે.જી.બી.વી) દેલવાડા છો ને પ્રથમ નંબર મળ્યો હતો . ક્લસ્ટર ની ૧૨ શાળાઓ એ ભાગ લીધો હતો .સમગ્ર કાર્યક્રમ નું આયોજન શ્રી દિનેશભાઈ નાયી (સી.આર.સી. કોર્ડીનેટર ) દ્વારા હાથ ધરાયું હતું તેમજ ભાગ લીધેલ તમામ બાળકો તથા વિજેતા બાળકો ને પેન ચોપડો તેમજ પ્રમાણપત્ર આપી પોત્સહિત કરાયા હતા…

રઘુભાઈ નાઈ દિયોદર

Related posts

અંબાજી અને પાવાગઢમાં પ્રથમ નવરાત્રીએ શ્રદ્ધાળુઓની ભારે ભીડ

aapnugujarat

તક્ષશિલા અગ્નિકાંડના કસૂરવારોને છોડાશે નહીં : રૂપાણી

aapnugujarat

ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા સુધાર બિલ પસાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1