Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજના કસરા ગામમાં બોગસ તબીબ ઝડપાયો

કાંકરેજ તાલુકાના કસરા ગામમાં ડિગ્રી વગર જ દવાખાનું ખોલી ગામજનોના આરોગ્ય સામે ચેડા કરી રહેલા વ્યક્તિને આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસરે ઝડપી પાડી સાધન સામગ્રી કબજે કરી શખ્સ સામે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. કસરા ગામનો અભય રાજેશભાઇ પ્રજાપતિ નામનો શખ્સ ઘરની ઓસરીમાં જ છેલ્લા સાત માસથી દવાખાનું ખોલી કોઇપણ જાતની ડીગ્રી વગર પ્રેક્ટિસ કરી ગામજનોના આરોગ્ય સામે ચેડા કરી રહ્યો હતો. જોકે ગુરૂવારે આંગણવાડા પીએચસીના મેડીકલ ઓફિસર સહિતનો સ્ટાફ કસરા ગામે બાળ મરણ અંગેની મુલાકાતે ગયા હતા તે સમયે ગામમાં ડિગ્રી વગરનો ડોક્ટર પ્રેક્ટિસ કરતો હોવાનું જાણવા મળતાં મેડીકલ ઓફિસની ટીમ ડીગ્રી વગરના તબીબના દવાખાને ત્રાટકી હતી અને દવાખાનામાં હાજર ડીગ્રી વગરના તબીબ અભય પાસે મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ તેમજ તબીબી લાયકાતના ડીગ્રી માંગતા કોઇ જ ડીગ્રી મળી આવી નહોતી જેને લઇ મેડીકલ ઓફિસર અલ્પેશકુમારે દવાખાનામાંથી સાધન સામગ્રી કબજે કરી ડીગ્રી વગર જ દવાખાનું ખોલી બેઠેલા અભય પ્રજાપતિ સામે શિહોરી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(તસવીર / અહેવાલ :- મહંમદ ઉકાણી, કાંકરેજ, બનાસકાંઠા)

Related posts

નર્મદા જિલ્લામાં એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ સંદર્ભે એક્શન પ્લાનની દિશામાં થયેલી કામગીરીની સમીક્ષા કરતા પ્રભારી સચિવ

aapnugujarat

સિંહસુરક્ષા, અભયારણ્ય-રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તાર જમીન ઉપયોગ માટે સીએમની બેઠક

aapnugujarat

રાજકોટમાં ૫.૪૫ લાખના હેરોઈન અને મેફેડ્રોન ડ્રગ્સ સાથે આરોપી જબ્બે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1