Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર ખાતે ગુજરાત પોષણ અભિયાન વર્ષ ૨૦૨૦-૨૨ કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લા કલેકટર સી.જે.પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત પોષણ અભિયાન વર્ષ ૨૦૨૦-૨૨ આહ્વાનને ચરિતાર્થ કરવા હિંમતનગર નગરપાલિકા કક્ષાએ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળ તંદુરસ્તી હરિફાઈ, વાનગી હરીફાઈ, અન્ન પ્રાખણ વિધિ, ટીએચઆર વિતરણ, તથા પાલક દાતાઓનું સન્માન સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પોષણ અભિયાનને વધુ સફળ બનાવવા જિલ્લા કલેકટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હિંમતનગર નગરપાલિકા પ્રમુખ અનિરુદ્ધ સોરઠીયા, પાલિકા ઉપપ્રમુખ જયા પટેલ, શાસક પક્ષના નેતા નીલા પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમને વધુ સફળ બનાવવા હિંમતનગર નગરપાલિકાના યુવા ચીફ ઓફિસર અલ્પેશ પટેલ તથા તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

૨૦ કરોડથી વધુની ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો

aapnugujarat

ગણેશજી રાષ્‍ટ્રીય એકતાના દેવ છે અને સમાજને-રાષ્‍ટ્રને જોડવાની પ્રેરણા આપે છે : મુખ્‍યમંત્રીશ્રી

aapnugujarat

धवलसिंह की हालत न घर के न घाट के : अल्पेश की हालत बदतर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1