Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નાના હેન્ડીક્રાફ્ટ અને નાના કારીગરો વિદેશ જઈને વેચી શકશે પોતાની કલાકૃતિ

અમેરિકામાં ફીસાના કન્વેશનમાં લઈ શકો છો ભાગ, જો રસ હોય તો જવા માટે કરો તૈયારીપનાના હેન્ડીક્રાફ્ટ અને નાના કારીગરો વિદેશ જઈને વેચી શકશે પોતાની કલાકૃતિ.ગુજરાતના લઘુ ઉદ્યોગ, હેન્ડીક્રાફટ અને નાના કારીગરો વિદેશ જઈને પોતાની કલાકૃતિઓ વેચી શકશે. ફીસાના એટલે કે ફેડરેસન ઓફ સિનિયર એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા દ્રારા ન્યુ જર્સી ખાતે આગામી ૨૫,૨૬ અને ૨૭ મી ઓગસ્ટ દરમ્યાન ઈન્ટરનેશનલ કન્વેશનનું આયોજન કરાયું છે જેમાં ગુજરાત અને દેશની સંસ્કૃતિને ઉજાગર કરતાં કાર્યક્રમો યોજાશે. આ જ કન્વેશનમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાંથી યોજાનારા ટ્રેડ શોમાં વેન્ડર્સ પોતાની ચીજ વસ્તુનું વેચાણ કરશે.આ કન્વેશન દરમ્યાન જ વિશ્વ ગુજરાતી પરિષદની કાયમી સ્થાપના પણ કરાશે જેમાં ગુજરાતના એનઆરજી અને વિદેશમાં વસતા એનઆઈઆર ભેગા મળીને ટેકનોલોજી, માહિતીનું આદાનપ્રદાન કરી શકશે. મહત્વનું છે કે આ કાર્યક્રમમાં બાબા રામદેવની પણ યોગ શિબિર યોજાવા જઈ રહી છે તે માટે આ સંગઠન હાલ વાતચીત કરી રહ્યું છે.

Related posts

ब्रिटेन में मध्यावधि चुनाव का दांव टरीजा मे पर पडा भारी

aapnugujarat

AIADMK declares candidates for 2 Rajya Sabha seats

aapnugujarat

નૂહ હિંસાના મામલે કોંગ્રેસના ધારાસભ્ય મમ્મન ખાનની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1