Aapnu Gujarat
શિક્ષણ

નવા નવાપુરા આદર્શ શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

ધોળકા તાલુકામાં આવેલ નવા નવાપુરા આદર્શ શાળામાં આન – બાન – શાન સાથે ૭૧માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ધ્વજ વંદન કાર્યક્રમમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોએ રંગારંગ કાર્યક્રમમાં દેશ ભક્તિના ગીતો સંભળાવ્યા હતાં તો કેટલાંક વિદ્યાર્થીઓએ નૃત્ય કરી ઉપસ્થિત શાળાના શિક્ષકો, ગ્રામજનો સહિત ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. આપણું ગુજરાતના તંત્રી દેવેન વર્માએ શાળાનાં તેજસ્વી તારલાઓને મેડલ અને શિલ્ડથી સન્માન કર્યું હતું. ઉપસ્થિત મહેમાનોએ બાળકો સાથે ભોજન લીધું હતું.
પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં આપણું ગુજરાતના તંત્રી દેવેન વર્મા, અભય કાંકરીયા, સાજન કાંકરીયા, સંજીતસિંહ રાજપૂત, રાજુ લુણિયા, ધીરજ મુનોત, મિલન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

जेेेनयू छात्रों और टीचरों के संसद मार्च को पुलिस ने रोका, झड़प

aapnugujarat

હવેથી શાળાઓમાં નવરાત્રિ વેકેશન ન આપવાનો નિર્ણય

aapnugujarat

પશ્ચિમ ઝોનની યુનિ.ના વાઇસ ચાન્સેલર્સનો આજથી મેળાવડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1