Aapnu Gujarat
શિક્ષણ

સર્વ વિદ્યાલય કેમ્પસ,કડીની બી.કોમ. કોલેજ દ્વારા સ્પોર્ટસ ડેનું આયોજન

સર્વ વિદ્યાલય કેમ્પસ,કડીની શ્રીમતી એમ. પી. પટેલ કોલેજ ઓફ કોમર્સ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા કાર્યશીલ છે.
વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે રમત ગમત ક્ષેત્રે પોતાની પ્રતિભા સાથે આગળ વધે તે માટે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કોલેજ દ્વારા કરવામાં આવતું હોય છે.
કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓની કેમ્પસ રેલી દ્વારા કરવામાં આવી. સર્વ વિદ્યાલયનાં કેમ્પસ ડિરેક્ટર ડો. અજય ગોર,સર્વ વિદ્યાલય કેમ્પસની શાળા-કોલેજના પ્રિન્સીપાલો અને (આંતરરાષ્ટ્રીય પેરા ઓલમ્પિકના ખેલાડી) SAI ગાંધીનગર ખાતે કોચ તરીકે ફરજ બજાવી રહેલા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી રાજા રબારી હાજર રહીને રેલીને પ્રસ્થાન કરાવી કાર્યક્રમની શોભા વધારી હતી.
કોલેજના ૪૬૬ જેટલા વિદ્યાર્થીઓએ ૧૦૦ મીટર દોડ, ગોળા ફેંક, રસ્સા ખેંચ, લાંબી કૂદ, ચેસ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, સંગીત ખુરશી અને રસ્સા ખેંચ જેવી રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો.
કાર્યક્રમના સમાપન અને ઇનામ વિતરણ કાર્યક્રમમાં તમિલનાડુ રાજ્યના કોઇમ્બતુર શહેરના સુંદર મુખ્ય અતિથી તરીકે હાજરી આપી હતી.
દેશમાં પોલ્યુશન અવેરનેસ, SAVE CHILD,સુંદર પર્યાવરણ જાગૃતિના ઉદ્દેશથી ભારતના તામિલનાડુ કણૉટક, કેરલ, આંધ્રપદેશ,મહારાષ્ટ્ર ગુજરાત, રાજસ્થાન,વૈષ્ણોદેવી, ઉત્તર પ્રદેશ, આસમ તામિલનાડુ પહોંચશે.
આ યાત્રા ૧૩૫૦૦ કિ.મી.૧૫૦ દિવસનાં પ્રવાસે છે. કડી શહેરમાંથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન તેમણે કાર્યક્રમમાં હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના આયોજન બદલ સંસ્થાના ચેરમેન, મંત્રીઓ તથા કોલેજના આચાર્ય પ્રો. કૃપલ પટેલને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

પોશીનાની અંબાસર પ્રાથમિક શાળા ખાતે વાંચન અભિયાન અંતર્ગત સરપ્રાઈઝ ફકરાનું વાંચન કરાયું

aapnugujarat

भारी उत्सुकता के बीच कक्षा-१० का ६८.२४ प्रतिशत परिणाम रहा

aapnugujarat

બોર્ડ પરીક્ષા : ૧૦ ગણિતની પરીક્ષા ફરીથી લેવા માંગણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1