Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેન્દ્ર સરકાર જમીનના તમામ દસ્તાવેજો આધાર કાર્ડ સાથે લિંક કરશે

કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય જાહેર કરતા કહ્યુ કે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇજેશન પ્રોગ્રામ હેઠળ જમીન સંબંધિત તમામ પ્રકારના તમામ રેકોર્ડ આધાર કાર્ડ સાથે કનેક્ટ કરવામાં આવશે.
સરકારના આ નિર્ણયથી સંપતિના રેકોર્ડ આધાર કાર્ડ સાથે જોડ્યા બાદ બેનામી સંપત્તિ અને જમીનની સોદાબાજીમાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટે મદદ મળતી રહેશે. સંપત્તિને આધાર અને પાન કાર્ડ સાથે જોડવામાં નહીં આવે તો તે બેનામી મિલકત ગણાશે.  સરકારને આશા છે કે જો સંપત્તિના રેકોર્ડને આધાર કાર્ડ સાથે જોડવામાં આવશે તો તેના કારણે જમીનના રેકોર્ડમાં પાર્દર્શિતા આવશે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે તેના માટે દરેક રાજ્યોમાં તથા સંઘ શાસિત પ્રદેશોમાં એક પત્ર નિર્દેશિત કર્યો છે કે ૧૯૫૦થી ૧૪ ઑગષ્ટ ૨૦૧૭ સુધી તમામ પ્રકારની જમીન આવાસીય, કૃષિ જમીન, ઘરને આધાર સાથે લિંક કરવાની રહેશે.

 

Related posts

ઉત્તરપ્રદેશ -ઉત્તરાખંડમાં લઠ્ઠા કાંડ : મૃતાંક૧૨૦

aapnugujarat

મોદીના સાત મંત્રી ચૂંટણી નથી લડી રહ્યા તો કોણ લડી રહ્યું છે : શશી

aapnugujarat

નહીં ભૂલીએ, નહીં માફ કરીએ : સીઆરપીએફ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1