Aapnu Gujarat
મનોરંજન

પત્ની જેનિફર એનિસ્ટન બેસ્ટ અભિનેત્રી છે : થેરોક્સ

લોકપ્રિય સ્ટાર જેનિફર એનિસ્ટન માટે અભિનેતા અને ફિલ્મ નિર્માતા જસ્ટીન થેરોક્સ ટીવી પટકથા લખવા માટે ઉત્સુક છે. તેનુ કહેવુ છે કે તે પત્ની જેનિફર એનિસ્ટન સાથે કામ કરવાની પણ ઇચ્છા ધરાવે છે. જેનિફર એનિસ્ટનને બેસ્ટ અભિનેત્રી તરીકે ગણાવતા થેરોક્સે કહ્યુ છે કે તે એનિસ્ટન માટે ટુકં સમયમાં જ શાનદાર ભૂમિકા લખનાર છે.થેરોક્સનુ કહેવુ છે કે આવનાર સમયમાં જો તમામ બાબતો યોગ્યરીતે આગળ વધશે તો તે ફિલ્મનુ નિર્માણ કરી શકે છે. થેરોક્સના નિવેદનની સાથે જ તેમની વચ્ચે કોઇ ખેંચતાણ હોવાના હેવાલને રદિયો મળી ગયો છે. જેનિફર એનિસ્ટન સીટકોમ ફ્રેન્ડ મારફતે જાણીતી બની હતી. તે વીઆર દ મિલર્સ નામની ફિલ્મમાં એમ્મા રોબટ્‌ર્સ સાથે પણ કામ કરી ચૂકી છે. જેનિફર એનિસ્ટનના સૌથી પહેલાં બ્રાટપીટ સાથે લગ્ન થયા હતા. જો કે મોડેથી આ સંબંધ તૂટી ગયા હતા. બ્રાડપીટે અભિનેત્રી એન્જેલિના જોલી સાથે સંબંધ સ્થાપિત કર્યા બાદ એનિસ્ટન સાથે તેના સંબંધનો અંત આવ્યો હતો. જેનિફર એનિસ્ટન આજે પણ મોટી સંખ્યામાં ચાહકો ધરાવે છે.
જેનિફર એનિસ્ટન વિશ્વભરની સૌથી લોકપ્રિય સ્ટાર પૈકીની એક તરીકે રહી છે. તે એક્ટિંગ કુશળતાના કારણે પણ જાણીતી રહી છે.અમેરિકન ડ્રામા સિરિઝ લેફ્ટ ઓવર્સનુ કામ પૂર્ણ થયા બાદ થેરોક્સ હવે નવા પ્રોજેક્ટમાં લાગી ગયો છે. તેની ઇચ્છા હવે એનિસ્ટન સાથે કામ કરવાની પણ છે. જો કે આ પ્રોજેક્ટ ક્યારે આગળ વધશે તે સંબંધમાં હજુ સુધી કોઇ માહિતી જાહેર કરવામાં આવી નથી.

Related posts

रेमो के लिए बैकग्राउंड डांसर बने शाहरुख

aapnugujarat

एल्सा और ऐना को आवाज देंगी परिणीति और प्रियंका

aapnugujarat

‘2.0’ gets new release date on 6th September, 2019 in China

aapnugujarat

Leave a Comment

UA-96247877-1