Aapnu Gujarat
બ્લોગ

વૈજ્ઞાનિક ખેત પધ્ધતિથી તિલકવાડાના પ્રગતિશીલ ખેડૂત ગોપાલભાઇ બારીયા

નર્મદા જિલ્લાના તિકલવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત ગાપોલભાઇ ગંભીરભાઇ બારીયા રાજ્યના ખેતીવાડી વિભાગની આત્મા યોજનામાં જોડાઇને તાલીમ લીધા ઉપરાંત રાજ્ય બહારનો પ્રવાસ ખેડીને નીતનવી ટેકનોલોજીની જાણકારીની સાથે તેનો ખેત વ્યવસાયમાં ઉપયોગ કરવાને લીધે હવે વૈજ્ઞાનિક ખેત પધ્ધતિથી રોકડીયા પાક લેતા થયા છે. સને ૨૦૧૪-૧૫ થી ૨૦૧૬-૧૭ ના સમયગાળમાં કપાસ, તુવેર, શાકભાજી અને દિવેલાની ખેતીમાં તેઓ ક્રમશઃ વધુ નફો મેળવતાં થયા છે અને તેના પરિણામે તેઓ હવે આર્થિક સમૃધ્ધિની દિશામાં ડગ માંડી આગળ વધી રહ્યાં છે.

તિલકવાડા તાલુકા મથકે પોતાના પરિવાર સાથે રહેતા ગોપાલભાઇ બારીયા ધોરણ- ૧૨ પાસની સાથે ૨ હેક્ટર જમીન ધરાવે છે. આત્મા યોજનામાં જોડાતા પહેલાં તેઓ પરંપરાગત પધ્ધતિથી ખેતીકામ કરતાં હતા અને તેને લીધે ઉત્પાદન ખર્ચ વધુ આવતો હતો અને નફો ઓછો મળતો હતો. પરંતુ તેઓ જ્યારથી આત્મા યોજનામાં જોડાયા છે ત્યારથી તાલીમ, પ્રવાસ, અધિકારીઓના માર્ગદર્શનને લીધે નીતનવી ટેકનોલોજી સમજવાની સાથે તેનો ઉપયોગ ખેતીમાં કરતા થયાં છે. સારૂ ઉત્પાદન આપતી જાતની પસંદગી કરી બિયારણ પ્લોટનું વાવેતર કરતા થયા છે. સેન્દ્રિય ખાતરનો વધુ ઉપયોગ કરવાની સાથે તેઓ હવે દરેક પાક માટે ટપક સિંચાઇ અને દ્રવ્ય ખાતરનો ઉપયોગ કરે છે. જેના લીધે ખર્ચમાં ઘટાડો થાય છે અને સમયનો પણ બચાવ થાય છે. હવે દિવેલામાં ખર્ચ ઓછો આવતો હોવાથી ગોપાલભાઇ તેમાં બમણું ઉત્પાદન લેતા થયાં છે.

ગોપાલભાઇ બારીયાના જણાવ્યા મુજબ તેમને ૨૦૧૪-૧૫ ના વર્ષમાં ૩ એકરમાં કપાસનો પાક લેતા તેમાં રૂા. ૧૨ હજાર ખર્ચ સામે રૂા. ૭૮ હજારનો ચોખ્ખો નફો થયો હતો. તેવી જ રીતે ૧.૫ એકરમાં તુવેરના પાકમાં રૂા. ૧૦ હજારના ખર્ચ સામે રૂા. ૬૦ હજારનો ચોખ્ખો નફો થયો હતો. વર્ષ ૨૦૧૫-૧૬ માં ૪ એકરમાં કપાસના પાકમાં રૂા. ૧૮ હજારના ખર્ચ સામે રૂા. ૧.૦૨ લાખનો ચોખ્ખો નફો અને ૦.૫૦ એકરમાં શાકભાજીના ઉત્પાદનમાં રૂા. ૭ હજારના ખર્ચ સામે રૂા. ૨૩ હજારનો ચોખ્ખો નફો મેળવ્યો છે. જ્યારે ૨૦૧૬-૧૭ ના વર્ષમાં ૩.૫ એકર કપાસમાં રૂા. ૧૪.૫ હજારના ખર્ચ સામે રૂા. ૧.૨૫ લાખનો ચોખ્ખો નફો તેમજ ૧ એકરમાં દિવેલાના પાકમાં રૂા. ૧૦ હજારના ખર્ચ સામે રૂા. ૭૦ હજારનો ચોખ્ખો નફો મેળવ્યો છે. આમ, ગોપાલભાઇ પાછલા ત્રણ વર્ષથી વૈજ્ઞાનિક ખેત પધ્ધતિથી રોકડીયા પાકોનું ઉત્પાદન મેળવતા હોવાથી તેમને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાની સાથોસાથ ક્રમશઃ વધુ નફો મેળવતાં થયા છે, જે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ છે.

Related posts

કાશ પુછી શક્યો હોત કે તું મને પ્રેમ કરે છે તો જીંદગી આજે મારી રંગીન હોત

aapnugujarat

ગુરૂ કોને ગણવા અને ગુનેગાર કોને ગણવા

aapnugujarat

બ્રિટને સ્ટુડન્ટ વિઝામાં ભારતને કેમ બાકાત રાખ્યું?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1