Aapnu Gujarat
શિક્ષણ

પલાસરની શ્રી કે.કે. પટેલ સાર્વજનિક વિદ્યાલયમાં સુવર્ણ જ્યંતિ મહોત્સવ ઉજવાયો.

શ્રી પલાસર કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રી કે.કે.પટેલ સાર્વજનિક વિદ્યાલય, પલાસરની સ્થાપના ને ૫૦ વર્ષ પૂર્ણ થતાં તા.૨૯-૩૦ ઓકટોબરે સુવર્ણ જ્યંતિ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો હતો. પ્રથમ દિવસે મહેમાનોના આગમન – સ્વાગત પછી પલાસર ગામના અંબાજી માતાના ચોકમાં સાંજે સમગ્ર ગ્રામજનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ-બહેનો પરંપરાગત વસ્ત્રોમાં ગરબે ઘૂમ્યા હતાં અને ત્યારપછી સૌ મહા આરતીમાં જોડાયા. રાત્રે સૌએ બાળકો દ્વારા રજુ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળ્યો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલ વિવિધ ટેલેન્ટને પોતાની અવનવી કૃતિઓથી રજૂ કરી મંત્રમુગ્ધ કરી દીધા હતા. આચાર્યા કુ.હસુમતીબેને સર્વેને આવકારી કાર્યક્રમની શુભેચ્છા પાઠવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજનીકાંતભાઈએ જુદા જુદા પરિવેશમાં પ્રસ્તુત થઈ સુંદર ઉદઘોષકની ભૂમિકા અદા કરી હતી. શાળામાં પધારેલ ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ-બહેનો શાળાના પટાંગણમાં પોતાની બેચ પ્રમાણે લાગેલા પોતાના મિત્રોના ફોટા સાથેના બેનરો જોઈને અભિભૂત બન્યા હતા.
બીજા દિવસે ગ્રામજનો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન, દાતાશ્રીઓનું સન્માન અને સોવેનિયર ‘સંભારણું’ના વિમોચનનો અદ્દભુત કાર્યક્રમ યોજાયો હતો જેમાં દાતાશ્રીઓનું સ્વાગત – સન્માન કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓએ પોતાના શૈશવના સંસ્મરણોને વાગોળ્યા હતાં અને એકમેકની એકતા સાથેના ભાવાત્મક દ્રશ્યો સર્જાયા. આ સુવર્ણ જયંતિ મહોત્સવને સફળતા અપાવવામાં શાળાના આચાર્યા કુ.હસુમતી પટેલ, સચિવ બી.એલ.પટેલ, સોવેનિયરના કન્વીનર પી.એચ.પટેલનું નેતૃત્વ પ્રસંશનીય રહ્યું હતું. કેળવણી મંડળના મંત્રી દશરથ પટેલ અને ઉપપ્રમુખ રમેશ પટેલે પણ મહોત્સવ માટે આગવી ભૂમિકા ભજવી હતી. સમગ્ર મહોત્સવમાં કેન્દ્ર સ્થાને રહી કામ કરનાર શિક્ષક મેવાડા સાહેબએ સોવેનિયર સંપાદન તથા સ્નેહમિલન અને સન્માન કાર્યક્રમમાં એન્કરિંગની ભૂમિકા અદા કરી હતી. મેવાડા સાહેબે વર્ષ દરમ્યાન પૂર્વ આયોજનની કમાન સંભાળી અવિરત અદભૂત કામગીરી કરી હતી. શાળાના શિક્ષક મોઢ સાહેબે સહકાર્યકર તરીકે,શિક્ષિકા આશાબેને કોરિયોગ્રાફર તરીકે, કારકુન ભરતભાઇ તથા સેવકમિત્રો જીતુભાઈ અને વિજયભાઈએ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. આ ઉપરાંત સંજય પટેલ અને તેમની ટીમ, ગામના યુવાનો, વિવિધ સમિતિના સભ્યોએ પણ જહેમત ઉઠાવી કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા. દાતાશ્રીઓએ દાનની સરવાણી વહેવડાવી હતી. બંને દિવસ આશરે ૫૦૦૦ જેટલી માનવમેદનીએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. સૌના સાથ અને સહકાર વડે આ સુવર્ણ જ્યતિમહોત્સત ‘ભવ્યાતિભવ્ય’ અને ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ સમાન બની રહ્યો હતો.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

ચુડેલ પ્રાથમિક શાળાના ઉપશિક્ષકને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત

aapnugujarat

નીટનાં ગુજરાતી વિદ્યાર્થી માટે રાજ્ય સરકાર તાકીદે વટહુકમ લાવે

aapnugujarat

હવે રાજ્યમાં ધો- ૧ થી ૫ના ઑફલાઈન વર્ગોની તૈયારી

editor

Leave a Comment

UA-96247877-1