Aapnu Gujarat
રમતગમત

પાકિસ્તાન મેચ ફિક્સિંગના લીધે ફાઈનલમાં પહોંચ્યું છે : આમિર સૌહેલ

ઇંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે રવિવારના દિવસે ફાઇનલ જંગ ખેલાનાર છે ત્યારે ચોંકાવનારી વિગત સપાટી ઉપર આવી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને ઓપનિંગ બેટ્‌સમેન આમિર સૌહેલ એક પાકિસ્તાની સમાચાર ચેનલને એમ કહીને સનસનાટી મચાવી દીધી છે કે, પાકિસ્તાની ટીમ મેચ ફિક્સિંગના સહારે ફાઈનલમાં પહોંચી છે. આમિર સૌહેલે આ ધડાકો કરતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે અને પાકિસ્તાની ટીમ ફરી એકવાર મેચ ફિક્સિંગમાં શંકાના ઘેરામાં આવી ગઈ છે. આમિર સૌહેલના આ નિવેદન બાદ ક્રિકેટ નિષ્ણાતોમાં પણ ચર્ચા જોવા મળી રહી છે. આમિર સૌહેલે સાફ શબ્દોમાં મેચ ફિક્સિંગને લઇને કોઇ વાત કરી નથી પરંતુ ઇશારામાં પાકિસ્તાનની બિનઅપેક્ષિત જીત પર મેચ ફિક્સિંગને કારણરુપ ગણાવી છે. ન્યુઝ ચેનલને આપવામાં આવેલા નિવેદનમાં શોહેલે કહ્યું છે કે, પાકિસ્તાની ટીમ ્‌ને તેના કેપ્ટન સરફરાઝ અહેમદે આ પ્રકારની ખુશી મનાવવી જોઇએ નહીં. આ ટીમ બહારના કારણોસર મેચ જીતીને ફાઈનલમાં પહોંચી છે. પોતાના ખેલના કારણે જીતી નથી. બહારના કારણમાં આમિર સૌહેલનો ઇશારો મેચ ફિક્સિંગને લઇને છે. આમિર શોહેલે કહ્યું હતું કે, સરફરાઝને આ વાત દર્શાવવાની જરૂર છે કે, કોઇ મોટુ કામ કરવામાં આવ્યું નથી. કોઇ અન્યએ મેચ જીતાડવામાં મદદ કરી છે જેથી ખુશી મનાવવા માટે કોઇ કારણ નથી. અમે તમામ લોકો જાણીએ છીએ કે પડદા પાછળ કોઇ રમત રમાઈ રહી છે.
આ ખેલાડીઓને અહીં સુધી લાવવામાં આવ્યા છે. આની પાછળ જવાની જરૂર નથી કે, કોણે તેમના માટે મેચ જીતી છે. પાકિસ્તાનના આ પૂર્વ દિગ્ગજ ખેલાડીએ કહ્યું છે કે, પાકિસ્તાની ટીમ મેદાન પર રમેલી રમતના કારણે અહીં પહોંચી નથી પરંતુ બહારના તત્વોના કારણે ફાઇનલમાં પહોંચી છે. હવે સારા ક્રિકેટ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. આમિર સૌહેલના નિવેદનથી પાકિસ્તાન ક્રિકેટમાં હોબાળો મચી ગયો છે. આમિર સૌહેલે ઇંગ્લેન્ડ પર આઠ વિકેટે પાકિસ્તાનની જીત બાદ આ નિવેદન કર્યું છે.

Related posts

વિરાટ પાક.ના મિસ્બાહને પછાડીને બન્યો એશિયાનો સૌથી મોટો કેપ્ટન

aapnugujarat

ગમે ત્યારે ક્રિકેટને અલવિદા કહી શકે છે યુવરાજ સિંહ

aapnugujarat

નવાઝ શરીફ જ્યાંથી ચૂંટણી લડે ત્યાંથી લડવા ઈમરાનનો પડકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1