Aapnu Gujarat
Uncategorized

ઉનાના સમુદ્ર કિનારે મોટાપાયે ચાલતું રેતી ચોરીનું કૌભાંડ

ગીર – સોમનાથ જિલ્લામાં આવેલ ઉના તાલુકાના સીમર અને સૈયદ રાજપરાના દરિયા કિનારેથી મોટાપાયે રેતી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે જે સંદર્ભે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર કોઇ પગલાં લેતું નથી. અહીં ચાલતા ટ્રેક્ટરો ભૂમાફિયાઓના તેમજ પોલીસ કર્મીના હોવાના લીધે પોલીસની મીઠી નજર હેઠળ બેફામ ગેરકાયદેસર રેતીની ચોરી થઈ રહી છે તેથી તંત્ર ઢીલી નીતિ અપનાવે છે અને કોઈ કાર્યવાહી કરતું નથી.
ઉના તાલુકામાં હાલ માત્ર એક થી બે જ કાયદેસર લીઝ આવેલ હોય અને અન્ય કોઈપણ લીઝ ના હોવા છતાં મોટા મોટા બિલ્ડિંગો અને નેશનલ હાઇવેના કામમાં દરરોજ લાખો ટન રેતીનો ઉપયોગ થાય છે, જે રેતી રાવળ અને મછુંદ્રી નદીના પટમાંથી તેમ જ સીમર અને સૈયદ રાજપરાના આ દરિયાઇ વિસ્તારમાંથી ગેરકાયદેસર ચોરી કરીને પૂરી પાડવામાં આવે છે. આ બાબતની ભૂસ્તર શાખામાં અનેકવાર ફરિયાદ કરવા છતાં તંત્ર કે ભૂસ્તર વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી, માત્ર મોટા મોટા હપ્તાઓ લેવામાં આવે છે ? કે આંખ આડા કાન કરવામાં આવે છે ?
ગત તારીખ ૧૨ ઓગસ્ટના રોજ ધર્મેશ જેઠવા દ્વારા કરવામાં આવેલ અરજીને નવાબંદર પોલીસે ધ્યાને લીધી હોત તો બે દિવસ પૂર્વે સીમર દરિયાકાંઠે થયેલ અકસ્માત અટકી શક્યો હોત.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

સંત શ્રી રોહિદાસ સેવા સમાજ ગાંધીનગર દ્રારા સંત શ્રી રોહિતદાસની 645 મી જન્મ જયંતિની કરાઈ ઉજવણી

editor

સંવેદનશીલ અભિગમનું શ્રેષ્ઠ ઉદાહરણ

editor

જૂનાગઢમાં નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી પકડાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1